Homeગુજરાતરાજકોટરાજકોટ-દિલ્હીની 5મી ફ્લાઈટ 30 જૂલાઈથી થશે શરૂ

રાજકોટ-દિલ્હીની 5મી ફ્લાઈટ 30 જૂલાઈથી થશે શરૂ

-

રાજકોટ : રાજકોટ એરપોર્ટ પર 2 કરતા વધારે ફ્લાઈટ (વિમાન) પાર્કિંગની વ્યવસ્થા ન હોય નવી ફ્લાઈટો શરૂ થવી પણ મુશ્કેલ હતી ત્યારે હવે રાજકોટ એરપોર્ટ પર એક સાથે 6 ફ્લાઈટ પાર્ક (Flight Parking) કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના પગલે નવી ફ્લાઈટો શરૂ થતા ફ્લાઈટોની સંખ્યામાં વધારો થશે. રાજકોટ અને દિલ્હી વચ્ચે આગમી 30 જૂલાઈના રોજથી પાંચમી ફ્લાઈટ ઉડાનની શરૂઆત કરશે. નોંધનીય છે કે આ ફ્લાઈટ દૈનિક રીતે ઉડાન નહીં ભરે પણ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરશે.

આગામી તારીખ 30 જૂલાઈના રોજથી રાજકોટ-દિલ્હી (Rajkot Delhi Flight) વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર ઉડાન ભરશે. હાલ રાજકોટ-દિલ્હી વચ્ચે સવાર, બપોર અને સાંજના સમયની કુલ 4 ફ્લાઈટ કાર્યરત છે. જ્યારે હવે રાજકોટમાં એક ઈન્ડીગો એરલાઈનની ફ્લાઈટ આગામી 30 જૂલાઈથી શરૂ થશે એટલે 5મી ફ્લાઈટ રાજકોટ-દિલ્હી માટે કાર્યરત થશે.

આ નવી ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર દરરોજ સાંજે 6.25 વાગ્યે પહોચશે અને 6.55 વાગ્યે રાજકોટથી ટેકઓફ થશે. આ ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ જ ઉડાન ભરશે.

હાલ રાજકોટથી દિલ્હી માટે ચાર ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. જેમાં દૈનિક સવારે સ્પાઈસ જેટની ફ્લાઈટ સવારે અને સાંજે 08:05 વાગ્યે, ઈન્ડીગો એરલાઈનની ફ્લાઈટ સવારે 9:45 વાગ્યે તેમજ એર ઇન્ડિયાની ફ્લાઈટ બપોરના 3:20 વાગ્યે ઉડાન ભરી રહી છે.

વધુ સમાચાર- વીરપુરના પીઠડિયા ટોલ નાકા પર ફેરીયા વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ

Must Read