Homeગુજરાતરાજકોટરાજકોટની દત્તક લીધેલી શાળા મામલે માછલા ધોવાતા શર્વ ફાઉન્ડેશને MOU રદ્દ કરવા...

રાજકોટની દત્તક લીધેલી શાળા મામલે માછલા ધોવાતા શર્વ ફાઉન્ડેશને MOU રદ્દ કરવા કરી અરજી

-

રાજકોટ ન્યુઝ : તાજેતરમાં જ રાજકોટની વિનોબા ભાવે શાળા નંબર 93ના મહિલા પ્રિન્સિપલ વનિતા રાઠોડે (Vanita Rathod) સર્વ ફાઉન્ડેશન પર મીડિયા મારફતે આક્ષેપ કર્યા હતા. આક્ષેપોને પગલે રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. જેમાં મોટો આક્ષેપ હતો કે શર્વ ફાઉન્ડેશ (Sharv Foundation)ના ચૈતન્ય સિંહાર (Chaitanya Sinhar) દ્વારા આચાર્યાને બદલી કરવાની ધમકી આપી હતી.

Vanita-Rathod-principal-school-no-93-rajkot-vinoba-bhave-school
શાળા નંબર 93ના આચાર્યા વનિતા રાઠોડ

રાજકોટ મહાનગરપાલિકા RMC ની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત વિનોબા ભાવે શાળા (Vinoba Bhave School) નંબર 93 મામલો ગરમાયો છે. આ શાળાને દત્તક લેનાર સંસ્થા શર્વ ફાઉન્ડેશને વિવાદ બાદ અરજી કરી MOU રદ્દ કરવા જણાવાયું છે. શાળાના આચાર્યા વનિતા રાઠોડ દ્વારા શર્વ ફાઉન્ડેશનના ચૈતન્ય સિંહાર પર ધમકીના આક્ષેપ બાદ આ કાર્યવાહી શર્વ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.

school no 93 rajkot vinoba bhave school
શાળા ખાતે વિદ્યાર્થીઓનું પ્રદર્શન

બીજી તરફ શાળા નંબર 93માં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. શર્વ ફાઉન્ડેશન દ્વારા MOU રદ્દ કરવાની અરજી કરી છે સાથે જ જણાવ્યું છે કે, શર્વ ફાઈન્ડેશન દ્વારા જે કામ બાકી છે અને આચાર્યના જે આક્ષેપ છે તે પ્રમાણે કામ પૂર્ણ કરી આપવામાં આવશે. સાથે જ બાકી રહેતા કામ પૂર્ણ કરવા માટે એક વ્યક્તિની નિમણૂક કરવાની માગણી કરવામાં આવી છે.

Must Read