Rajkot Accident Video રાજકોટ : રાજ્યના મહાનગરમાં પુરપાટ ઝડપે વાહન દોડાવતા ચાલકો ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાં બાળક અને તેની માતાને ટ્રકે અડફેટ લેતા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે રાજકોટમાં આજરોજ બપોરના સમયે બેફામ કાર ચાલકે મોપેડ ચાલકને હડફેટ લીધાના કથિત સી.સી.ટી.વી. ફૂટેજ આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર ઘટના એવી છે કે, રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સિનિમા Cosmoplex પાસે એક મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોપેડ ચાલક ડિવાઈડર પાસેથી રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ઘસમસતી આવી રહેલી ફોર્ચ્યુનર કાર Fortuner Carના ચાલકે મોપેડ ચાલકને ઉડાવ્યો હતો. ઘટનાના કથિત સી.સી.ટી.વી. વિડીયો ફૂટેજ સામે આવતા ગંભીર અકસ્માત શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ વાયરલ થયેલી સીસીટીવી ફૂટેજ CCTV Footageના વિડીયોમાં જોઈ શકાય છે કે, એક ઘસમસતી આવી રહેલી ફોર્ચ્યુનર કારે મોપેડેને ઉડાવતા મોપેડ ચાલકને મોપેડ સહિત ફૂટબેલની જેમ ઉછાળ્યો હતો. તેજ ગતિથી આવી રહેલી કારના કારણે મોપેડના કુરચા ઉડી ગયા અને ઘણું દુર ફંગોળાઈ ગયું હતુ. સાથે જ મોપેડને ચાલક પણ ફંગોળાઈને કેટલાય ફૂટ દૂર જઈ પડ્યો હતો.
Rajkot Accident: કાર ચાલકે મોપેડ લીધું અડફેટ ગંભીર અકસ્માતનો CCTV વિડીયો
આ લખાય છે ત્યાં સુધી ઘટનામાં મોપેડના ડ્રાયવરની હાલત અંગે અહેવાલ મળ્યા નથી. પરંતુ કથિત ફૂટેજના આધારે અંદાજ લગાવતા મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હશે તેવું જણાય છે.