Homeરાષ્ટ્રીયમાનવતાનું ઉદાહરણ: હિંસક માહોલમાં મુસ્લિમોની ઢાલ બની નિર્ભયતાથી લડી હિન્દૂ મહિલા

માનવતાનું ઉદાહરણ: હિંસક માહોલમાં મુસ્લિમોની ઢાલ બની નિર્ભયતાથી લડી હિન્દૂ મહિલા

-

જયપુર Jaipur: રાજસ્થાનના કરૌલીમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસા બાદ રાજાકારણ ચરમસીમા પર પહોંચ્યું છે. રાજકીય પક્ષો પોતાના લાભ માટે આ મુદ્દાને હથીયાર બનાવી આક્ષેપ બાજી કરી રહ્યાં છે. પરંતુ કરૌલીમાં રાયોટિંગ અને રાજકારણની આ ‘રમત’ દરમિયાન માનવતાનું મોટું ઉદાહરણ પણ સામે આવ્યું છે. રમખાણો વચ્ચે સામે આવેલું આ માનવતાનું ઉદાહરણ પણ લોકો સુધી પહોંચવું જોઈએ.

કરૌલીમાં જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ મુસ્લિમ સમુદાયના લોકોના જીવ પણ બચાવ્યા હતા, તો કેટલાકે દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસક માહોલમાં માનવતાની મિશાલ લઈ બહાર આવેલા લોકો અસબત્ત સામાન્ય માણસ હતા. પરંતુ મદદ અને માણસાઈ પ્રત્યેનો તેમનો જુસ્સો અતૂટ અને મજબૂત હતો. આવા જુસ્સા સાથેના મહિલા મધુલિકા સિંહ એક મોટું ઉદાહરણ છે. મધુલિકા અને તેના ભાઈ સંજયે, તેમના પરિવારની પરવા કર્યા વિના, ઘરે લગભગ 15 મુસ્લિમોને આશ્રય આપ્યો અને પોતાનો જીવ બચાવવા માટે નિર્ભયતાથી તોફાનીઓનો સામનો કર્યો.

માનવતાનું ઉદાહરણ: હિંસક માહોલમાં મુસ્લિમોની ઢાલ બની નિર્ભયતાથી લડી હિન્દૂ મહિલા

આ પ્રકારે માનવતાનું બીજુ ઉદાહરણ છે, બ્યુટી પાર્લર ચલાવતા મિથિલેશ સોની, જેમણે અન્ય ત્રણ મહિલાઓ સાથે મળીને નજીકની દુકાનોમાં લાગેલી ભિષણ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. સાંપ્રદાયીક તણાવ વચ્ચે જ્યારે હિંસા ચાલી રહી હતી ત્યારે મધુલિકા સિંહે તોફાનીઓનો સામનો કરતા લગભગ 15 લોકોના જીવ બચાવ્યા હોવાની માહિતી મળે છે.

મધુલિકા કપડાની એક દુકાન ચલાવે છે. જ્યારે 2 એપ્રિલના રોજ બજારમાંથી જુલુસ પસાર થઈ રહ્યું હતું ત્યારે તોફાનો ફાટી નિકળ્યા હતા. દરમિયાન તેમણે જોયું કે લોકો દુકાનો બંધ કરીને ભાગી રહ્યા હતા. પરંતુ સામેથી ઉગ્ર ભીડ આવી રહી હતી, આવી સ્થિતિમાં પણ મધુલિકા એ ડર વિના રમખાણ પીડિતોને અંદર બોલાવ્યા અને તેમને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.

મધુલિકા આ મામલે કહે છે કે, “મેં તેમને મારા ઘરમાં આશરો આપ્યો અને ગેટ બંધ કરી દીધો. મેં તેમને માનવતાથી બચાવ્યા છે.” તેમના ભાઈ સંજય સિંહે કહ્યું, “લગભગ 16-17 લોકો હતા, જેમાંથી 12 મુસ્લિમ હતા અને ચાર કે પાંચ હિન્દુ સમુદાયના હતા. અમે તે બધાને કહ્યું હતું કે તમે ગભરાશો નહીં, તમે લોકો અહીં સુરક્ષિત છો.”

નજીકની દુકાનોમાં આગ લાગી હતી. આવી સ્થિતિમાં મોલમાં બ્યુટીપાર્લર ચલાવતા મિથિલેશ સોનીએ મહિલાઓ સાથે મળીને ડોલમાંથી લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન તેમણે પૂછ્યું ન હતું કે દુકાનો કોની છે અને તેમનો ધર્મ શું છે. “અમે મુસ્લિમ બાળકોને બહાર જવાની મંજૂરી આપી ન હતી કારણ કે બહારના લોકો હિંસામાં સામેલ હતા. પછી અમે જોયું કે દુકાનોને આગ લગાડવામાં આવી રહી છે, તેથી અમે ડોલમાંથી પાણી રેડ્યું.” કરૌલીની આ મુખ્ય બજારમાં, બંને સંપ્રદાયના લોકો વર્ષોથી પોતાનો ધંધો કરે છે. જે મુસ્લિમ સમુદાયનો જીવ મધુલિકાએ બચાવ્યો તેમનું કહેવું છે કે તેઓ જીવનભર તેમના આભારી રહેશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...