રાજકોટ : તા. ૨૧ જુલાઈ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો વેણુ-૨ ડેમ (Venu 2 Dam) સવારે ૧૦:૧૫ વાગ્યાની સ્થિતિએ ૯૦% જેટલો ભરાઈ જવામાં હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે.
આથી, ડેમ હેઠળ આવતા ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર, નિલાખા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા રાજકોટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.