Railway News : રાજકોટ રેલવે ડિવિઝન (Rajkot Railway Division)માં સ્થિત થાન સ્ટેશન પાસે દર વર્ષે તરણેતર મેળા (Tarnetar Mela)નું આયોજન કરવામાં આવે છે.
આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર અને ભાવનગર-ઓખા ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આ ટ્રેનમાં જોડાશે વધારે કોચ
- ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ માં તાત્કાલિક અસરથી 01.09.2022 સુધી ભાવનગર-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
- ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ માં 30.08.2022 થી 02.09.2022 સુધી ઓખા-ભાવનગર વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
વધુ વાંચો- ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર- શાલીમાર ટ્રેન રદ્દ