Railway na Samachar : પશ્ચિમ મધ્ય રેલવે (Western Railway)ના જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શનમાં ઇસરવારા અને નરયાવલી સ્ટેશનો પર નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવાના કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (Somnath – Jabalpur Express Train No. 11465/11466) ડાયવર્ટ કરાયેલ રૂટ પર દોડશે.
ભાવનગર રેલ્વે મંડળના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
ડાયવર્ટ કરાયેલ ટ્રેન Diverted Train
- ટ્રેન નંબર 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ 02.09.2022 ના રોજ તેના નિર્ધારિત રૂટ જબલપુર – કટની મુરવારા – બીના જં. – ભોપાલને બદલે ડાયવર્ટ કરાયેલ રૂટ જબલપુર-ઈટારસી જં. – ભોપાલ થઈને જશે.
- ટ્રેન નંબર 11465 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ 03.09.2022 ના રોજ તેના નિર્ધારિત રૂટ ભોપાલ – બીના જં.– કટની મુરવારા – જબલપુરને બદલે ડાયવર્ટ કરાયેલ રૂટ ભોપાલ – ઈટારસી જં. – જબલપુર થઈને જશે.