Homeજાણવા જેવુંમાત્ર 12 પાસ છે આ ઉદ્યોગપતિ, આટલા વર્ષમાં દુનિયાના 100 અમીરોની યાદીમાં...

માત્ર 12 પાસ છે આ ઉદ્યોગપતિ, આટલા વર્ષમાં દુનિયાના 100 અમીરોની યાદીમાં – જાણો

-

માત્ર 12મી પાસ આ ઉદ્યોગપતિએ આટલા વર્ષમાં દુનિયાના 100 અમીરોની યાદીમાં શામેલ થયા, દાનવીરમાં પણ છે આગળ

ડી-માર્ટના માલિક રાધાકિશન દામાણી વિશ્વના 100 સૌથી અમીર લોકો માંથી એક બની ગયા Radhakishan Damani is now among worlds top 100 richest people છે. તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 98માં નંબર પર છે. 12મું પાસ રાધાકિશને પોતાની મહેનતથી 35 વર્ષમાં કંપનીની કુલ સંપત્તિ 1.42 લાખ કરોડ રૂપિયા પહોચી ગઈ છે. હંમેશા સફેદ રંગના કપડા પહેરવાના કારણે લોકો તેમને ‘મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ’ પણ કહે છે. 80ના દાયકામાં 5000 રૂપિયા સાથે શેરબજારમાં ઉતરેલા દામાણીની નેટવર્થ આજે 1.42 લાખ કરોડ રૂપિયા છે. શેરબજારના બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા પણ તેમને પોતાના ગુરુ માને છે.

વર્ષ 1985-86માં તેમના પિતા શિવકિશન દામાણીના અવસાન બાદ તેમણે બોલ બેરિંગનો વ્યવસાય બંધ કરી દીધો હતો. પિતા પણ શેર દલાલ (બ્રોકર) હતા, તેથી તેમને નાનપણથી જ બજારની થોડી સમજ હતી. તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન બજાર પર કેન્દ્રિત કર્યું અને આમાં તેમને તેના ભાઈ ગોપીકિશનનો સાથ મળ્યો. 5000થી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.

Radhakishan Damani is now among worlds top 100 richest people
Radhakishan Damani is now among worlds top 100 richest people | image credit : sugermint.com

જોકે, દામાણીએ વર્ષ 1999 પહેલા શેરબજારથી દૂરી બનાવી લીધી હતી. તે છૂટક વેપારમાં ઉતરી ગયાં. મુંબઈમાં નેરુલ બજારની ફ્રેન્ચાઈઝીનો પ્રારંભ કર્યો. તેમણે પવઈમાં ડીમાર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો. કંપની પાસે હવે દેશભરમાં 238 સ્ટોર્સ છે.

માર્જિનને બદલે વોલ્યુમ પર ફોકસ કર્યું હતું. કંપની તેના સપ્લાયરને 7-10 દિવસમાં પેમેન્ટ આપે છે. આ જ સેગમેન્ટની અન્ય કંપનીઓ આ નાણાં ચૂકવવામાં 20-30 દિવસ લે છે. કંપની જ્યાં પણ સ્ટોર ખોલે છે ત્યાં તે ખરીદે છે. ભાડે આપતું નથી. છેલ્લા 4 વર્ષમાં DMartના શેરમાં 12 ગણો નફો થયો હતો. છેલ્લા 5 વર્ષમાં આવક પણ બમણી થઈ છે. જ્યારે ડીમાર્ટના 2011-12માં 55 સ્ટોર હતા, જે 2015-16માં વધીને 110 થયા. 2020-21માં તેઓ 238 પર પહોંચી ગયા છે.

દામાણી સમાજના કામમાં પણ જોડાય છે. કોરોના સમયગાળા દરમિયાન, તેમણે પીએમ કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમના દ્વારા 55 કરોડ અલગ-અલગ રાજ્યોને પણ આપવામાં આવ્યા હતા. મુંબઈમાં તેઓ તેમના પિતાના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. બાળકોના શિક્ષણ અને કૌશલ્ય માટે ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સ્વચ્છ શાળા અભિયાન માટે 113 શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.(Radhakishan Damani is now among worlds top 100 richest people)

ગુજરાતીમાં જાણવા જેવું – Viral Video જુઓ – મહિલા કર્મચારી સાથે છેડખાની કરતો ‘સેક્શન ઈન્ચાર્જ’ નો કથિત વિડીયો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...