36 C
Ahmedabad

કતારે ભારતીય રાજદ્વારીને બોલાવ્યા, ભાજપના નેતાઓના વિવાદિત નિવેદનનો મામલો: દેશ-દુનિયા

Published:

નવી દિલ્હી : ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. કતારે ભારતીય રાજદ્વારીને બોલાવ્યા.

કતાર Qatar દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કતારની મુલાકાતે છે. રવિવારે ભાજપ BJP એ તેમના નિવેદનથી પોતાને દૂર રાખી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા.

આ ઘટનાક્રમ પર, દોહામાં ભારતીય દૂતાવાસ દ્વારા એક નિવેદનમાં જણાવાયુ છે કે, કતાર તરફથી વાંધાજનક ટ્વીટ્સને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેના જવાબમાં ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ટ્વિટ ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. ભારત સરકાર વિવિધતામાં એકતાની મજબૂત સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે પહેલાથી જ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે આપણે આવા તોફાની તત્વો સામે સાથે મળીને કામ કરવું જોઈએ. જેનો ઉદ્દેશ્ય આપણા દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈને નબળી કરવાનો છે.

Qatar એ ભારતીય રાજદ્વારીને બોલાવ્યા : દેશ-દુનિયા -Breaking News Gujarati

નોંધનીય છે કે શનિવારે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કતાર પહોંચી ગયા છે. રવિવારે, તેઓ કતારના વડા પ્રધાન અને આંતરિક ગૃહ પ્રધાન શેખ ખાલિદ બિન ખલીફા બિન અબ્દુલ અઝીઝ અલ સાનીને મળ્યા હતા અને બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી અને વેપાર, રોકાણ, આર્થિક અને સુરક્ષા સહયોગ સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.શનિવારે કતાર પહોંચ્યા ત્યારે નાયડુનું દોહા એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ 30 મેથી 7 જૂન સુધીના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં આરબ દેશ પહોંચ્યા છે.

Related articles

Recent articles