Homeગુજરાતઓડિશાની ભગવાન જગ્ન્નાથ રથયાત્રા : આવી ગયો સુપ્રીમ કોર્ટેનો આદેશ

ઓડિશાની ભગવાન જગ્ન્નાથ રથયાત્રા : આવી ગયો સુપ્રીમ કોર્ટેનો આદેશ

-

Odisha: ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથની રથયાત્રાના(Puri Jagannath Rathyatra 2021) આયોજન પર સૌ કોઈની નજર હતી. ભારત સહિત વિશ્વભરમાંથી લોકો રથયાત્રામાં ભાગ લેવા અને ભગવાનના દર્શન કરવા પહોંચતા હોય છે. આ વર્ષે પણ કોરોનાના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા ગત વર્ષની જેમ જ યોજવામાં આવશે. ઉપરાંત પુરીના મંદિર સિવાય સમગ્ર ઓડિશામાં મંદિરોમાં રથયાત્રા યોજવા પર ઓડિશા સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

ઓડિશા સરકારે પુરી જગન્નાથ મંદિર સિવાય રાજ્યમાં આવેલા અન્ય મંદિરોમાં રથયાત્રા ઉત્સવ યોજવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ નિર્ણય વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં(Supreme Court) એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સુપ્રિમ કોર્ટે આજે સરકારના આ નિર્ણય પર હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કરી દિધો છે. કોરોના મહામારીના પગલે ઓડિશા સરકારે રથયાત્રાને પુરી પુરતી જ સિમિત રાખવાના નિર્ણય સામે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ઓડિશા રાજ્ય સરકારે પુરીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરના રથ સિવાય સમગ્ર રાજ્યના મંદિરોમાં રથયાત્રા ઉત્સવ ઉજવવા પર મનાઈ ફરમાવી છે. આ નિર્ણય વિરૂધ્ધ 23 જૂન 2021ના રોજ ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્યના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. આ અરજીમાં ઓડિશા સરકારના એસ.આર.સી દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. એસ.આર.સી. કાર્યાલયે નિર્ણય કર્યો હતો કે ગત વર્ષની જેમ જ આ વર્ષે રથયાત્રા થશે.

સી.જે.આઈ.(CJI) એ એમ પણ કહ્યું કે, હું પણ પહેલા રથયાત્રામાં જતો હતો, છેલ્લા દોઢ વર્ષથી હું પણ નથી ગયો. ઘરે જ રહીને પૂજા કરી લઉં છું. સરકારનો આ નિર્ણય યોગ્ય છે. ઓડિશા સરકાર દ્વારા જણાવાયું હતુ કે પુરીમાં શરતો સાથે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં રથયાત્રાની પરવાનગી(permission) આપી શકાય નહીં. ભગવાનના રથને ખેંચવા માટે 500 લોકો નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કોરોના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ(RT-PCR test) કરવામાં આવ્યા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...