Homeરાષ્ટ્રીયનવા મુખ્યમંત્રીને આવતા વેંત કાઢવા માટે કામે લાગ્યા નેતા ? જાણો પંજાબ...

નવા મુખ્યમંત્રીને આવતા વેંત કાઢવા માટે કામે લાગ્યા નેતા ? જાણો પંજાબ વિવાદ…

-

Punjab new Chief minister Charanjit Channi Metoo issue rise again: Today’s National News in Gujarati

New Delhi: પંજાબના (Punjab) નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની એ આજે રાજ્યના સૌ પ્રથમ દલિત મુખ્યમંત્રી (First Dalit CM) તરીકે સત્તારૂઢ થયા છે. બીજી તરફ તેઓ સત્તામાં આવતાની સાથે જ વિવાદના (Issue) વંટોળમાં ફસાયા છે. આમ હાલતો તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે ચરણજીતસિંહના (Charanjitsinh) જૂના વિવાદો ફરી લોકો સમક્ષ આવી રહ્યાં છે, જેમાં મહિલા પંચના અધ્યક્ષે બળતામાં ઘી હોમી દિધું હોય તેમ તેમના પર નિશાન સાઘ્યું છે.

કમિશનના અઘ્યક્ષ રેખા શર્મા એ પંજબના નવા મુખ્યમંત્રી ચરણજીતસિહં પર ગંભિર આક્ષેપો લગાવ્યા છે. તેમને કહ્યું કે, વર્ષ 2018 ના MeToo આંદોલન દરમિયાન પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આક્ષેપો થયા હતા. બાદમાં રાજ્ય મહિલા આયોગ દ્વારા તેમને આ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. બાદમાં તેમને પક્ષમાંથી બરખાસ્ત પણ કરવાની માંગણી ઉઠવા પામી હતી, જેના માટે ધરણા પ્રદર્શન પણ યોજાયા હતા. પણ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ એક્શન લેવાયા ન હતા.

આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પણ મહિલા IAS અધિકારીને ખોટો મેસેજ મોકલવા બાબતે MeToo આક્ષેપનો સામનો કરતા ચરણજીતસિંહને મુખ્યમંત્રી પદ સોંપવા બદલ રાહુલ ગાંધીને (Rahul Gandhi) નિશાને લિધા હતા. એજ સમયે પક્ષના જ નેતા અમિત માલવિયાએ (Amit Malaviya) પણ વિરોધનો શૂર નોંધાવી કહ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી હવે કયા મોં એ મહિલા સુરક્ષાની વાત કરશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....