Homeરાષ્ટ્રીયસફાઈ કર્મચારીના પુત્રએ મુખ્યમંત્રી ચન્નીને ભુંડી હાર આપી: પંજાબ

સફાઈ કર્મચારીના પુત્રએ મુખ્યમંત્રી ચન્નીને ભુંડી હાર આપી: પંજાબ

-

આજના સમાચાર, પંજાબ Punjab : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં Assembly Election 2022 90 કરતા વઘારે બેઠકો સાથે આમ આદમી પાર્ટી AAP સૌથી મોટી પાર્ટી બની સામે આવી છે. મહત્વની વાત એ છે કે, પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બે માંથી એક પણ બેઠક જિત્યા નથી. ચન્નીનો ગઢ કહેવાતી બેઠક ‘ભદૌર’ પર આમ આદમી પાર્ટી Aam Aadmi Party ના લાભસિંહ વિજયી થયા છેત. પંજાબના મુખ્યમંત્રીને ચૂંટણી Election હરાવનાર ઉમેદવાર લાભસિંહ ખુબ સામાન્ય પરિવાર અને પરિસ્થિતીમાંથી નેતા બની ઉભરી આવ્યા છે. લાભસિંહના માતા સફાઈ કર્મચારી, પિતા ખેતમજૂરી કરે છે અને લાભસિંહ મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે.

સફાઈ કર્મચારીના પુત્રએ CM ચન્નીને ભુંડી હાર આપી: Punjab

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પંજાબના મુખ્યમંત્રી ચન્નીને હરાવી વિજેતા બનેલા લાભસિંહ

આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળતા આજે એક ભાષણ આપ્યુ હતુ. જેમાં તેને પંજાબની ભદૌર બેઠક પર મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની ને હરાવનાર લાભસિંહ મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે તે વાત જણાવી હતી. તેમને કહ્યું કે, તેના માતા એક સરકારી શાળાના સફાઈ કર્મચારી છે તેમજ પિતા ખેત મજૂર છે.

જૂઓ વિડીયો- ગરમીનો દેશી જૂગાડ, બેરલમાં બનાવી નાખ્યુ કુલર

લાભસિંહે મીડિયાને તેમના જીવન સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે, હું પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છું.  એમાં પણ 2 ઓરડાના એક નાનકડા મકાનમાં રહું છું. જ્યારે ગામડામાં ચૂંટણી પ્રચાર કરવા નિકળતો ત્યારે બાઈક કે બસમાં હું ત્યાં પહોંચતો. બીજી તરફ સીએમ ચન્નીના પુત્ર પાસે 2 કરોડ રૂપિયાની વૈભવી કાર છે, તેઓ નામના જ સામાન્ય માણસ છે.

મોબાઈલની દુકાનમાં કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા લાભસિંહે મુખ્યમંત્રી ચન્નીને જબરી હાર આપી છે. ચન્ની લાભસિંહ સામે મોટા 37,558 મતના મોટા અંતરથી હાર્યા છે. આ બેઠક પર ચન્ની શરૂઆતના પ્રથમ ગણતરીના તબક્કેથી જ પાછળ ચાલી રહ્યાં હતા. ચન્નીના હાર પર રાજકિય વિશ્લેષકો કહે છે કે, તેઓ કોંગ્રસના દલિત નેતામાંના એક નેતા હતા અને ગાંધ પરિવાર સાથે સારા સબંધો અને ભારતમાં સૌથી વધુ દલિત સંઘ પંજાબમાં હોવા છતાં તેઓ હાર્યા છે.

Must Read