Homeરાષ્ટ્રીયપંજાબમાં મોટું રાજકીય સંકટ, નવા મુખ્યમંત્રી માટે આ નામ મોખરે

પંજાબમાં મોટું રાજકીય સંકટ, નવા મુખ્યમંત્રી માટે આ નામ મોખરે

-

Punjab CM Captain Amrindersingh Resign: meeting held at 5 pm Today for New CM

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે CLP ની બેઠક પહેલા તેઓ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા પછી, કેપ્ટન અમરિંદરે પત્રકાર પરિષદમાં કહ્યું, ‘મેં આજે સવારે જ નિર્ણય લીધો હતો. આ વાત સોનિયા ગાંધીને પણ જણાવી હતી. મારી સાથે ત્રીજી વખત આવું થઈ રહ્યું છે. હું અહીં અપમાનિત અનુભવું છું. હવે તે જેના પર વિશ્વાસ કરે છે, તે તેને મુખ્યમંત્રી બનાવશે.

શું કેપ્ટન અમરિંદર કોંગ્રેસ છોડશે ?

રાજીનામા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, ‘રાજકારણમાં હંમેશા પસંદગી હોય છે. મેં રાજકારણમાં 52 વર્ષ પૂર્ણ કર્યા છે. હું સાડા નવ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યો છું. પરંતુ બે મહિનામાં ત્રણ વખત બેઠક કરીને પાર્ટીએ મારા પર જે રીતે દબાણ કર્યું છે તેનાથી હું અપમાનિત અનુભવું છું. પાર્ટી હાઈકમાન્ડને મારા નેતૃત્વ પર શંકા હતી. તેથી જ મેં રાજીનામું આપ્યું છે. હવે તે જેને ઇચ્છે તેને સીએમ બનાવી શકે છે. હું નવા મુખ્યમંત્રીને સ્વીકારતો નથી. હું અત્યારે કોંગ્રેસમાં છું અને મારા સહકર્મીઓ અને સમર્થકો સાથે વાત કરીશ અને મારી ભવિષ્યની રાજનીતિ કારકિર્દી અંગે વધુ નિર્ણય લઈશ.

નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળશે. નવા મુખ્યમંત્રી તરીકે સુનીલ જાખરનું નામ મોખરે ચાલી રહ્યું છે. આજે સુનીલ જાખરે એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું કે, ‘રાહુલ ગાંધીએ પંજાબ કોંગ્રેસ વિવાદ ઉકેલવા માટે લીધેલા હિંમતભર્યા નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત છે. આ સાથે અકાલીઓ હચમચી ગયા છે. બેઠક માટે પંજાબ કોંગ્રેસ ભવનમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત અને બંને કેન્દ્રીય નિરીક્ષકો અજય માકન અને હરીશ રાય ચૌધરી ચંડીગઢ પહોંચ્યા છે.

તે જ સમયે, પંજાબમાં ચાલી રહેલા રાજકીય વિકાસ પર ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યું છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું છે કે જ્યારે જહાજ ડૂબી જવાનું છે ત્યારે તે હચમચવાનું શરૂ કરે છે. તેમણે અંબાલામાં કહ્યું કે પંજાબ કોંગ્રેસ પણ આ જ રીતે હચમચવાનું શરુ કરી દીધુંછે. આ કારણે, તેઓ એકબીજા સાથે જ ઝઘડી રહ્યા છે.

Must Read