Homeરાષ્ટ્રીયપંજાબ: BSF જવાને મેસમાં કર્યો ગોળીબાર, આરોપી સહિત 5 જવાનોના મોત, એકની...

પંજાબ: BSF જવાને મેસમાં કર્યો ગોળીબાર, આરોપી સહિત 5 જવાનોના મોત, એકની હાલત નાજૂક

-

આજના તાજા સમાચાર ગુજરાત, દેશ-દુનિયા Desh : પંજાબના Punjab અમૃતસર ખાતે તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF ના યુનિટમાં ગોળીબારના અહેવાલ છે. આ ઘટનામાં બીએસએફના પાંચ જવાન શહીદ, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ ઘટના આજરોજ રવિવારે ઘટી હતી. ખાસા, અમૃતસર સ્થિત બીએસએફના 144 મી બટાલિયનના હેડક્વાર્ટર ખાતે આ ઘટના ઘટી હતી. અહેવાલો મુજબ આ ગોળીબાર કોન્સ્ટેબલ સટ્ટપ્પા એસ.એ. દ્વારા આકસ્મિક રીતે  થયો હતો. જેમાં એસ.એ. સટ્ટપ્પા સહિતના 5 જવાનોના મૃત્યુ થયા હતા. તેમજ એક જવાનની ઘાયલ હોય સારવાર હેઠળ છે પરંતુ તેમની હાલત પણ ચિંતાજનક છે.

પંજાબ Punjab : BSF જવાને મેસમાં કર્યો ગોળીબાર આરોપી સહિત 5 ના મોત – દેશ-દુનિયાના સમાચાર

બોર્ડર સિક્યોરિટી ફોર્સના સુત્રોના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ઘાયલ જવાનની હાલત નાજૂક છે. તેમજ ફાયરિંગની આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપી દેવાયા છે. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ ડી.એસ. તોરસકર, હેડ કોન્સ્ટેબલ બલજિંદર કુમાર, કોન્સ્ટેબલ રતનચંદ શહિદ થયા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...