Homeગુજરાતમોરબીમોરબીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પુતળા દહન પહેલા કાર્યકરોની અટક

મોરબીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પુતળા દહન પહેલા કાર્યકરોની અટક

-

મોરબી સમાચાર : ગઈકાલે 28 જૂલાઈના રોજ લોકસભામાં ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના સોનિયા ગાંધી વચ્ચે બોલાચાલીથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે ભાજપ સોનિયા પર તો કોંગ્રેસ સ્મૃતિ પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ મામલે આજરોજ મોરબીમાં પણ યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સ્મૃતિ ઈરાનીના પુતળા દહનનો પ્રયાસ થયો હતો.

આજરોજ મોરબીના નવા બસ્ટેશન સામે યુવા કોંગ્રેસ (Youth Congress Morbi)ના કાર્યકરોએ સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધી વચ્ચે લોકસભામાં થયેલી બોલાચાલી અંગે ભાજપ અને સ્મૃતિ ઈરાનીનો વિરોધ કર્યો હતો. યુવા કોંગ્રેસે આ તકે સ્મૃતિ ઈરાનીના પુતળાનું દહન કરવા પણ પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

સાથે જ યુવા કોંગ્રેસ દ્વારા બોટાદના કથિત લઠ્ઠાકાંડ મામલે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી સાથે પુતળા દહન કરવાનો પ્રયાસ થયો હતો. સ્થળ પર હાજર પોલીસે બંને પુતળાને આગ લગાવાય તે પહેલ જ કબ્જે કરી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટક કરી હતી.

વધુ વાંચો- નકલી દૂધ બનાવતી મીની ફેક્ટરી કેવી રીતે બનાવતી હતી દૂધ જાણો…

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...