Homeગુજરાતદાહોદ: પોલીસે વાળ ખેંચ્યા તો મુંડન કરાવી વિરોધ પ્રદર્શિત કરતો યુવાન

દાહોદ: પોલીસે વાળ ખેંચ્યા તો મુંડન કરાવી વિરોધ પ્રદર્શિત કરતો યુવાન

-

દાહોદ (Dahod), પંચમહાલ (Panchmahal) અને મહિસાગરના (Mahisagar) આદિવાસી સમાજ દ્વારા રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના આદિજાતિનું પ્રમાણપત્ર (tribal cast certificate) ખોટું (Fake) હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાબતે આદિવાસી Trible સમાજના આગેવાનો દ્વારા નિમિષાબેન સુથારને મંત્રી પદથી હટાવવા વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે.

વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી સમાજના કાર્યકરો (Activist) દ્વારા પોલીસ દમનના આક્ષેપો પણ કર્યા હતા. આજરોજ શુક્રવારે દાહોદમાં બિરસામુંડા ચોક (Birsamunda Chowk) ખાતે મુંડન કરી પ્રરદર્શન કર્યું હતુ.

રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર દાહોદ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી માટે ગઈકાલે લીમખેડા ખાતે હાજર રહ્યા હતા. જેનો આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી સમાજના કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. જેમાં કાર્યકરો દ્વારા ડિવાયએસપી પરેશ સોલંકી પર આક્ષેપ કરાયા છે. તેમના આક્ષેપ છે કે તેમને અટક કરાયેલા કાર્યકરોને ગાળો બોલી તેમજ એક કાર્યકરને વાળ ખેંચી હડધુત કર્યો હતો.

પોલીસ વિભાગના અધિકારીના કથિત ગેરવર્તન સામે વિરોધ નોંધાવવા માટે આદિવાસી સમાજના કાર્યકર દ્વારા આજ રોજ મુંડન કરાવ્યુ હતું. બિરસા મુંડા ચોક ખાતે શિરીષકુમાર બામણિયા દ્વારા મુંડન કરાવી પોલીસે કરેલા કથીત રીતે વાળ ખેંચી કરેલા ગેર વર્તન મામલે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ કરતા શિરીષકુમારનું કહેવું છે કે તેમને બંધારણીય અધિકાર મુજબ વિરોધ કરવાનો હક્ક છે પરંતુ પોલીસે ગેર વર્તન કરતા તેમને મુંડન કરાવી વિરોધ જાહેર કર્યો હતો.

વધુમાં શિરીષકુમારે આક્ષેપ કર્યા હતા કે, નિમીષાબેન સુથાર બોગસ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રના આધારે ધારાસભ્ય અને બાદમાં આદિજાતિ વિભાગના મંત્રી બન્યા હતા.

આ મામલે દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષકને સંબોધી લેખિત અરજી ડીવાયએસપી પરેશ સોલંકની વિરુદ્ધમાં આપવામાં આવી હોવાના અહેવાલ છે.

Must Read