શરમજનક : Professor asking Sex for Good marks ! આપણે વિશ્વાસ ન કરી શકીએ તેવી કેટલીક ઘટનાઓ જોવા કે સાંભળવા મળતી હોય છે. અવિશ્વવસનીય હોવા છતા પણ તેના પર વિશ્વાસ કરવો જ પડે છે કારણ કે તે હકિકતની ઘટના છે. એવી જ એક ઘટના વિદ્યાર્થીની સાથે જાતિય સતામણીની (Sexual Harassment) ઘટના સામે આવી છે, જેમાં ખુદ તેનો ગુરૂ એટલે કે પ્રોફેસર જ કૃત્યને અંજામ આપતો હતો.
કોલેજ કે શાળામાં સારા માર્કસ માટે જાતિય સતામણી અને દુષ્કૃત્યની ઘટનાઓ સામે આવે ત્યારે સમાજ અચરજ પામી જતો હોય છે. સાથે જ ધૃણા પણ કરતો હોય છે. પરંતુ આવી ઘટનાઓ ફરી ફરીને બને છે ત્યારે માનવતાના મુલ્યો વિસરાયાનું સમજાય છે.
સારા માર્કસ આપવા કરતા…
આફ્રિકન દેશ મોરોક્કોની એક અદાલતે પ્રોફેસરને અભદ્ર વર્તન, જાતિય સતામણી અને હિંસા બદલ દોષીતને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કૃત્યનો આરોપી તેની વિદ્યાર્થીની સાથે સારા માર્ક્સ આપવાના બદલે જાતિય સતામણીને અંજામ આપતા હતા.
સોશિયલ મીડિયા પર લીક થયુ આવુ…
મોરોક્કોની હસન યુનિવર્સિટીની આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે વિદ્યાર્થીની અને પ્રોફેસર વચ્ચેના સંવાદો સોશિયલ મીડિયા પર લીક થયા. ઘટના પ્રકાશમાં આવતા વિદ્યા જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
શરમજનક: યુવતી પાસે પ્રોફેસરે સારા માર્કના બદલે કરતો ગંદી માગણી
- વિદ્યાર્થીએ કર્યુ આવું….
યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ પ્રોફેસરની આ ચેટની લીક કરી લોકો સુધી પહોંચાડી દિધી હતી. બાદમાં આ ઘટના યુનિવર્સિટી તંત્ર પાસે પહોંચતા આરોપી પ્રોફેસર ખિલાફ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર મામલો ન્યાયાલય સુધી પહોંચ્યો હતો. આ ઘટનાના પડધા એવા પડ્યા હતા કે મોરોક્કોના લોકો રસ્તા પર ઉતરી આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા હતા.
અન્ય યુવતીઓ સાથે પણ…
આ ઘટનાના પડઘા સમ્યા ન હતા એ દરમિયાન અન્ય કેટલીક વિદ્યાર્થીનીઓ પણ આક્ષેપ કરવા લાગી હતી. ત્યારે કેટલાક અન્ય પ્રોફેસરના નામ પણ ખુલવા પામ્યા હતા. જેમાં કુલ 5 આરોપી તરીકે પ્રોફેસરો હતા અને તેમના વિરૂધ્ધ કેસ ચાલ્યો હતો.