Homeહેલ્થઆ વસ્તુઓ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, ડાઈટમાં કરો શામેલ

આ વસ્તુઓ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, ડાઈટમાં કરો શામેલ

-

Health Tips in Gujarati; Prevent high blood pressure; Healthy diet

Janva Jevu Gujarati – Today’s Health Tips: આ વસ્તુઓ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, ડાઈટમાં કરો શામેલ

હાઈ બ્લડ પ્રેશરને (High blood pressure) એક સામાન્ય રોગ છે, પરંતુ તે ખૂબ જ ખતરનાક છે. જો તેનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તેના કારણે હાર્ટ એટેક(Heart attack), સ્ટ્રોક (Stock) અને કિડની ફેલ્યર (Kidney Failure) થવાનું પણ જોખમ રહે છે. આજકાલ લોકોની જીવનશૈલી એટલી બદલાઈ ગઈ છે કે સમગ્ર વિશ્વમાં આ રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

તાજેતરમાં ધ લેન્સેટ જર્નલમાં એક અભ્યાસ અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા પુખ્ત વયના લોકોની સંખ્યા છેલ્લા 30 વર્ષમાં બમણી થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે હાઈ બ્લડ પ્રેશરના ઘણા દર્દીઓને ખબર પણ નથી હોતી કે તેઓ આ રોગથી પીડાઈ રહ્યા છે. આ જ કારણ છે કે તેને ‘સાયલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમારે આહારમાં કઈ વસ્તુઓ શામેલ કરવી જોઈએ.

ખાટા ફળો


નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટા ફળો વિટામિન, ખનિજો અને એન્ટી-ઓક્સિડેન્ટથી સમૃદ્ધ છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે, સાથે જ તેનાથી બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. તેથી, દરરોજ યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું જરૂરી છે.

બેરિઝ


બ્લુબેરી, રાસબેરિઝ અને સ્ટ્રોબેરી વગેરેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે, પરંતુ તેઓ હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે.

બ્રોકોલી અને પાલક


દરેક વ્યક્તિએ નિયમિતપણે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બ્રોકોલી અને પાલકનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

Must Read