Homeગુજરાતપ્રેમસુખ ડેલુએ જામનગર SP નો ચાર્જ સંભાળ્યો, ભયથી ગુંડાઓ જાતે જ ગેરકાયદે...

પ્રેમસુખ ડેલુએ જામનગર SP નો ચાર્જ સંભાળ્યો, ભયથી ગુંડાઓ જાતે જ ગેરકાયદે બાંધકામો તોડી પાડતા

-

Today’s Latest News Gujarati : તાજેતરમાં રાજ્યમાં એક સાથે 70 IPS અધિકારીઓની બદલી કરાઈ હતી. આ બદલીમાં અમદાવાદ ઝોન-7 ના ડી.સી.પી. પ્રેમસુખ ડેલુ પણ અમદાવાદ Ahmedabad થી જામનગર Jamnagar બદલી પામ્યા છે. અધિકારીની બદલી થાય તે કંઈ નવી વાત નથી, ટુંકમાં સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ ડી.સી.પી. પ્રેમસુખ ડેલુની બદલી થયાના અહેવાલો મળતા જ જાણે તેમના તાબાના વિસ્તારના રહિશો ભાવુક બની ગયા હતા. તેમની બદલી થતા લોકો તેમની મુલાકાતે પહોંચવા લાગ્યા જેમાં કેટલાક તો રડતા પણ જોવા મળ્યા હતા.

કોઈ અધિકારીની બદલી થાય ત્યારે સામાન્ય લોકો તેમને મળવા પહોંચે અને વિદાય આપવા પહોંચે તે મોટી વાત કહેવાય. સામાન્ય રીતે અધિકારીની બદલીની જનતાને કોઈ દરકાર હોતી નથી. પરંતુ આ ડી.સી.પી. પ્રેમસુખ ડેલુ Premsukh Delu ના કિસ્સામાં જનતાને દરકાર હતી જે જાહેરમાં જોવા પણ મળી હતી. અમદાવાદના તેમના વિસ્તારના લોકોને જાણે ડેલુ પોતાના લાગતા હોય તેમ આંખોમાં આંસુ સાથે વિદાય આપવા કેમ પહોંચ્યા તે સવાલ સમજવો ખુબ જરૂરી છે.

અમદાવાદમાં વર્ષ 2020 ના ઓગસ્ટ માસમાં IPS પ્રેમસુખ ડેલુ Premsukh Delu IPS નું પ્રથમ પોસ્ટિંગ થયું હતુ. અમદાવાદ જેટલા મોટા શહેરમાં પંકાયેલા લોકો અને વિસ્તારો હોય તે સ્વાભાવિક છે. આ પંકાયેલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ હતા. ત્યારે પ્રેમસુખ ડેલુ એ ચાર્જ સંભાળ્યો અને આ ગુંડાઓને સીધા દોર કરાવનું શરૂ કર્યું હતું. પોતાને મોટા ગુંડા સમજતા તત્વોને જેલના સળીયા પાછળ ધકેલી સીધા દોર કરી દિધા હતા. અસામાજીક તત્વોના કારણે વિસ્તારમાં પ્રસરેલ પ્રદુષણ હળવું થતા લોકોએ સૌ પ્રથમ પ્રેમસુખ ડેલુના કાર્યની નોંધ લેવાની શરૂઆત કરી હતી.

અસામાજીક તત્વોથી પ્રદુષીત વાતાવરણ શુધ્ધ કર્યા બાદ પ્રેમસુખ ડેલુએ અમદાવાદ કોર્પોરેશન સાથે મળી AMC ની ગેરકાયદેસર જમીનનો કબ્જો છોડાવવાનું શરૂ કર્યું હતું. જે વિસ્તારોમાં જવાનો ભય હોય તેવા વિસ્તારોમાં પ્રેમસુખ ડેલુની કાર્યવાહીનો ભય જ કામ કરી ગયો. ગેરકાયદેસર કબ્જો કરીને બેઠેલા અસાજીક તત્વોએ પોતાના બાંધકામ તોડવાનું કામ પણ જાતે જ કરી લીધુ હતુ. ટૂંકમાં કહીએ તો અધિકારીની નિષ્ઠાએ સરકારી જમીન ખુલ્લી કરી એ પણ સ્થળ પર ધક્કો ખાધા વિના. આમ પ્રેમસુખ ડેલુએ જે લોકોની મદદ કરી તે લોકો તેમની વિદાય વખતે ભાવુક થયા હતા અને તેમણે આગામી પોસ્ટિંગ માટે શુભકામનાઓ અને આંસુ સાથે વિદાય આપી હતી.

આમ લિસ્ટ તો લાંબુ છે પરંતુ ઉપરોક્ત બાબતો પરથી સમજી શકાય છે કે, શા માટે પ્રેમુસખ ડેલુની બદલી થતા લોકો તેમની પાસે ઉમટી પડ્યા હતા. વિદાય લઈ રહેલા ડી.સી.પી. ને અલવિદા કહેવા તેમની કચેરીના પ્રાંગણમાં સહપરિવાર લોકો આવે તે ખુબ સરાહનીય વાત છે. આવી ઘટના ત્યારે બને જ્યારે અધિકારી પોતાના વિસ્તારના લોકોને પોતાનો પરિવાર સમજી નોકરી કરતા હતો. 

મળવા પહોંચેલા લોકોમાં કેટલાક સમાજીક આગેવાનો પણ હતા, જેમને ડી.સી.પી. ડેલુ એ પોતાના સમાજને નશાની બદ્દીથી દૂર રાખવાની સૂચના અને સલાહ આપી હતી. તો રડતી આંખે પહોંચેલી બહેનો અને પરિવારોને તેમના બાદ આવનાર અધિકારીમાં પણ તેમના જેવી જ હૂંફ બરકાર રહેશે તેવો વિશ્વાસ આપવા પ્રયાસ કર્યો હતો.

જાણે રિયલ લાઈફ હિરોને વિદાય આપવા પહોંચ્યા હોય તેમ લોકો એ તેમને ફૂલડે વધાવી વિદાય આપી હતી. આ પ્રસંગે પ્રેમસુખ ડેલુના ચહેરા પરના સ્મિત પાછળ તેમના માનવીય અભિગમને સ્પષ્ટ રીત વાંચી શકાતો હતો.

પ્રેમસુખ ડેલુ Premsukh Delu એ જામનગર SP નો ચાર્જ સંભાળ્યો

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આજરોજ અમદાવાદથી વિદાય પામેલા પ્રેમસુખ ડેલુ જામનગર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર એસ.પી. ઓફિસે પહોંચી આજે તેમણે જામનગર એસ.પી. તરીકે નો ચાર્જ ગ્રહણ કર્યો હતો. ત્યારે જામનગર કચેરીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું.

વધુ ગુજરાતી સમાચાર વાંચો :

LRD પરીક્ષા પહેલા પાળ બાંધવા યુવરાજસિંહની ધરપકડ: પ્રવિણ રામ નો ગંભીર આક્ષેપ

જૂઓ વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ સામે લાવી પોલીસ

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...