Monday, May 16, 2022

પન્નાની ખાણમાંથી મળ્યો કિંમતી હિરો, ઈંટના ભઠ્ઠાના વેપારીને મળ્યો છે હિરો

આજના સમાચાર : મધ્યપ્રદેશના પન્ના Panna Diamond Mine જિલ્લામાં ઈંટના ભઠ્ઠાનો નાનકડો વ્યવસાય ચલાવતા એક વ્યક્તિને છીછરી ખાણમાંથી 26.11 કેરેટનો હીરો મળ્યો છે. આ બાબતે અધિકારી એ મંગળવારે જાણકારી આપી હતી. પન્ના ડાયમંડ ઓફિસર રવિ પટેલે ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, હરાજીમાં કિંમતી પથ્થર ₹1.20 કરોડ સુધી મળી શકે છે.

વધુ વાંચો – ભારતના આ ત્રણ ગામ વિશ્વમાં ખ્યાતિ પામ્યા, જાણો શું છે વિશેષતા

અધિકારીએ જણાવ્યું કે, પન્ના નગરના કિશોરગંજના રહેવાસી સુશીલ શુક્લા અને તેના સહયોગીઓ નેસોમવારે હીરો કૃષ્ણ કલ્યાણપુર વિસ્તાર પાસે આવેલી ખાણમાંથી મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે હીરાને એક-બે દિવસમાં હરાજી Auction માટે મુકવામાં આવશે, અને સરકારની રોયલ્ટી અને ટેક્સ બાદ કરીને આ રકમ ખાણિયાઓને આપવામાં આવશે.

વધુ વાંચો – રહસ્યમયી છે આ મંદિર, દરેક ઓરડામાં છે એક શિવલિંગ, વિદેશી પણ આવે છે તંત્ર-મંત્ર શીખવા

આજના સમાચાર પન્નાની ખાણમાંથી મળ્યો કિંમતી હિરો

precious-diamond-found-from-mp-panna-miners-auction-upcoming 2022 rough diamond picture

ભાડાની જમીન પર નાના પાયે ઈંટના ભઠ્ઠાનો ધંધો ચલાવતા સુશીલ શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી હીરાની ખાણકામ સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમને આટલું મોટું રત્ન પહેલી વાર મળ્યું હતું. વ્યક્તિએ કહ્યું કે તેણે છીછરી ખાણ, જ્યાં હીરા મળી આવ્યા હતા, 5 ભાગીદારો સાથે લીઝ પર લીધી હતી.

આ રત્ન રૂ. 1.2 કરોડથી વધુની કમાણી કરશે તેવી આશા વ્યક્ત કરતાં સુશીલ શુક્લાએ જણાવ્યું હતું કે, “હીરાની હરાજી પછી જે નાણાં મને મળશે તેનો હું વ્યવસાય સ્થાપવા માટે ઉપયોગ કરીશ.” રાજ્યની રાજધાની ભોપાલથી 380 કિમી દૂર સ્થિત પન્ના જિલ્લાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજૂ પણ પેટાળમાં 12 લાખ કેરેટ હીરા હોવાનો અંદાજ છે

telegram channel join
સત્યમંથન ન્યુઝની ટેલીગ્રામ ચેનલ પર જોડાવા માટે ક્લિક કરો
- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...