Homeગુજરાત‘રામ’ હવે થયા AAPના : શું પ્રવીણ અપાવશે રામરાજ ?

‘રામ’ હવે થયા AAPના : શું પ્રવીણ અપાવશે રામરાજ ?

-

શૈલેષ નાઘેરા:  ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મિશન 2022 (AAP Mission 2022) આક્રમક રીતે આગળ ધપતું જણાય છે. અધિકાર મંચના નેતા તરીકે ઓળખાતા આંદોલનકારી પ્રવીણ રામ એ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ જૂનાગઢમાં સ્થાનિક નેતાઓની હાજરીમાં પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા(Pravin Ram Joined AAP) છે. બે દિવસ પહેલાં જ પ્રવીણ રામની મુલાકાત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે થઈ હતી. ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને હવે પ્રવિણ રામના આમ આદમી પાર્ટી સાથે જોડાતા સમચારોમાં (Gujarati News) છવાયા છે. જેના કારણે રાજ્યમાં રાજકીય ક્ષેત્રે નવા વળાંક આવી શકે છે.

કોણ છે પ્રવીણ રામ ?

પ્રવીણ રામ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઘૂસિયા ગામના વતની છે. માતા-પિતા અને બે ભાઈઓનો નાનો પરિવાર 4 વીઘા જમીનમાં ખેતી કરી તેમજ પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રવીણ રામ ફાર્મસી અને Mtech. સુધીનો અભ્યાસ કર્યા બાદ પણ તેઓ કોઈ સંસ્થા સાથે નોકરીમાં જોડાયા નથી. હાલ સુધી તો ગુજરાતમાં પ્રવીણ રામ જન અધિકાર મંચના નેતા તરીકે ઓળખાતા હતા. પ્રવીણ રામ આંદોલનના ફળ સ્વરૂપે બનેલા નેતા છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રવીણ રામ દ્વારા કેટલાક આંદોલનો કરવામાં આવ્યા હતા જેમાં તેમને ઘણીખરી સફળતા પણ મળી હતી.

શરૂઆતમાં તો પ્રવિણ રામ સત્તાપક્ષ સામે હોય કોંગ્રેસમાં જોડાશે તેવી શક્યતાઓ જોવાતી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં(Assembly Election 2022) પણ પ્રવિણ રામ કોંગ્રેસના આગેવાનો (Congress Leaders) સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાતા અટકળો પર પુર્ણ વિરામ લાગ્યો છે.

2013 ફાર્માસિસ્ટ આંદોલન.

વર્ષ 2013માં પ્રવિણ રામ એ ફાર્માસિસ્ટ માટે આંદોલનથી આગેવાન બનવાની શરૂઆત કરી હતી. એ સમયે રાજ્યમાં ફાર્માસિસ્ટ વિના ધમધમતી મેડિકલો વિરૂધ્ધ તેમને મોર્ચો માંડ્યો હતો. જેના કારણે ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવતા બેરોજગારોનું તેમને સમર્થન મળ્યું હતુ અને દોઢ વર્ષ બાદ આંદોલન સફળ રહ્યું હતુ.

2015 આશાવર્કર માટે આંદોલન.

વર્ષ 2015માં પ્રવીણ રામ એ આશાવર્કર તેમજ આંગણવાડીના કર્મચારીઓ માટે લડત શરૂ કરી હતી. જે તે સમયે આશાવર્કરનો આરોપ હતો કે તેમને કામ પ્રમાણે વેતન નથી મળી રહ્યું. (Asha Workers Protest Gujarat)

2017 ઈકોઝોનનો વિરોધ.

2017માં ખેડૂતોના મુદ્દે 52 દિવસનું ઈકોઝોન આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનના પરિણામે સરકારે કાયદો સ્થગિત કરી દીધો હતો. ઉપરાંત તેમને બેરોજગાર યુવાનો માટે તેમજ રિલાયન્સ નેવલ કંપની સામે પણ આંદોલન કર્યા હતા. સત્યમંથનના પત્રકાર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે,  આ બધા આંદોલન વખતે અનેક પડકારો હતા. અનેક લોકોની ધમકીઓ અને એ લોકો તરફથી લાલચ પણ મળી હતી અને જો કે, અમારી નૈતિકતાને એ લોકો ડગાવી શક્યા ન હતા. સાથે જ તેમણે જણાવ્યું હતુ કે,  મને સરકારની કેટલીક નીતિઓથી વાંધો છે. ગરીબ લોકો આવી નીતિઓથી થાકી ગયા છે. (Ecozone Agitation Gujarat)

અનેક ઘમકીઓ અને લાલચો મળી પણ મારી નૈતિકતાને ડગાવી ન શક્યા : પ્રવિણ રામ

રાજ્યમાં પ્રવિણ રામ પહેલા પણ આંદોલનકારી યુવાનો રાજકિય પક્ષનો છેડો પકડી અથવા તો અપક્ષ ચૂંટણી લડી નેતા બનતા પ્રજા એ જોયા છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં કોઈ ધરખમ ફેરફાર જોવા મળ્યો નથી. ઈશુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ હાલતો સિસ્ટમમાં જડમૂળથી ફેરફાર કરવાનું જણાવી રહ્યાં છે. લોકોને આશા છે કે તેમના વચન પણ પ્રજા માટે અન્ય નેતાઓની જેમ ઠગારા નહીં નીવડે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...