Homeસ્પોર્ટ્સ18 વર્ષની ઉંમરે પેરાલિમ્પિક્સમાં કમજોરીને તાકાતમાં ફેરવી, પ્રવીણ કુમારે રચ્યો ઈતિહાસ

18 વર્ષની ઉંમરે પેરાલિમ્પિક્સમાં કમજોરીને તાકાતમાં ફેરવી, પ્રવીણ કુમારે રચ્યો ઈતિહાસ

-

પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે રચ્યો ઈતિહાસ sport news Gujarati: ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે પણ ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો. નોઈડાના રહેવાસી પ્રવીણ કુમારે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણ કુમારે કુલ 2.07 મીટર કૂદકો માર્યો અને બીજો સ્થાન પ્રાપ્ત કર્યો.

પ્રવીણ કુમારની ઉંમર માત્ર 18 વર્ષ છે, તેનો જન્મ 15 મે 2003 ના રોજ થયો હતો. પ્રવીણ ઉત્તરપ્રદેશના નોઈડાનો રહેવાસી છે. પ્રવીણ કુમારે વર્ષ 2019 માં જ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું અને હવે બે વર્ષની અંદર તેમના નામે ઓલિમ્પિક સિલ્વર મેડલ છે.

પ્રવીણ કુમારનો એક પગ સામાન્ય રીતે ટૂંકો છે, પરંતુ તેમણે આને જ પોતાની તાકાત બનાવી અને આજે ઈતિહાસ રચી દીધો. શરૂઆતમાં તે વોલીબોલ રમ્યા પછી હાઈ જંપ તરફ વળ્યા હતા. પ્રવીણ કુમારે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કોચ સત્યપાલ સિંહના નેતૃત્વમાં સતત તાલીમ લીધી છે.

ખાસ વાત એ છે કે પ્રવીણ કુમારે પેરાલિમ્પિક મેચમાં એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે જેમાં શુક્રવારે પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો. 2.07 મીટરના કૂદકા સાથે હાઈ જંપમાં એશિયન રેકોર્ડ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતના પેરાલિમ્પિક્સ 2020 માં અત્યાર સુધીમાં 11 મેડલ મળી ચૂક્યા છે. ટીમ ઇન્ડિયા પાસે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

Must Read