Homeગુજરાતગીર સોમનાથગીર-સોમનાથમાં પોષણ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Gir Somnath News

ગીર-સોમનાથમાં પોષણ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Gir Somnath News

-

પરાગ સંગતાણી ગીર-સોમનાથ-તા. -૦૪, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા  ૨૦૧૮ના વર્ષમાં પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વેરાવળ ઘટક-૧ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પોષણ વાટીકા, આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત સગર્ભા માતા, ધાત્રી માતા, બાળકો અને કિશોરીઓને યોગાસનોનું મહત્વ સમજાવીને યોગ્ય માર્ગદર્શન હેઠળ યોગ કરાવવામાં આવ્યા હતા. બાળકોને દાતા તરફથી પોષણ કીટ અને ફળો પૂરા પાડવામાં આવ્યા હતા. તેમજ બાળકોના વજન અને ઉંચાઈ ની યોગ્ય તપાસ કરીને તેઓનું ચેકઅપ કરાયું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઉપરાંત આઇ.સી.ડી.એસ. અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બાળકો અને તેમના વાલીઓને સ્વચ્છતા બાબતે કાળજી કેળવવા માટે હેન્ડવોશ ના ૬ સ્ટેપ શીખવ્યા હતા. જેથી બાળકો અને વાલીઓ વાઈરસ અને બેક્ટેરિયા જનક ચેપી બીમારીઓથી બચી શકે.  આ કામગીરી આરોગ્ય વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આઇસીડીએસના મુખ્યસેવિકા બહેનો, વર્કર બહેનો અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Must Read