Bhavnagar News : દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કાચેવાની સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે.
જેના લીધે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર ટ્રેન (Porbandar – Shalimar Train Cancelled) રદ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદ ના જણાવ્યા અનુસાર, રદ્દ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ્દ કરાયેલી ટ્રેનો Cancelled Tains
• ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 31.08.2022 અને 01.09.2022 ના રોજ રદ્દ.
• ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 02.09.2022 અને 03.09.2022 ના રોજ રદ્દ.
વધુ વાંચો- ચોકીદાર નીકળ્યો ચોર ! મોરબીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો