Homeગુજરાતમુખ્યમંત્રી નંદી મહારાજથી માંડ બચ્યા; નિતીન પટેલને ગાય માતાએ ઉલાળ્યા: પોરબંદર

મુખ્યમંત્રી નંદી મહારાજથી માંડ બચ્યા; નિતીન પટેલને ગાય માતાએ ઉલાળ્યા: પોરબંદર

-

પોરબંદર ન્યુઝ : રાજ્યમાં રખડતા ઢોર (Stray Cattle)ની સમસ્યાથી સામાન્ય લોકો લાંબા સમયથી પીડાય રહ્યાં છે. પરંતુ હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને પણ રખડતા ઢોરનો કડવો અનુભવ થયો છે. ગતરોજ કડીમાં નિતીન પટેલ (Nitin Patel)ને ગાયએ હડફેટ લેતા પગમાં ઈજા થઈ છે, ત્યારે પોરબંદર (Porbandar) માં મુખ્યમંત્રીના કાફલો પસાર થતો હતો દરમિયાન આખલાએ એન્ટ્રી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ તારીખ 13 ઑગસ્ટના રોજ પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રા (Tiranga Yatra)માં હાજરી આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના કાફલાના પસાર થવા દરમિયાન રસ્તા પર વચ્ચે બે આખલા ઘુસી જતા ધમાચકડી સર્જાતા સર્જાતા રહી ગઈ હતી. સદનસીબે આખલાના મુખ્યમંત્રીના કાફલા (CM Convoy)ને અકસ્માત નડ્યો નથી. મુખ્યમંત્રીના આગમન પહેલા જ રખડતા ઢોરને નાથવા ખાસ માણસો મુકાયા હોવા છતાં આ ઘટના ઘટી હોવાના અહેવાલ છે. આ ઘટના પોરબંદરના યુગાન્ડા રોડ પર ઘટી હતી જ્યારે મુખ્યમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો.

cm bhupendra patel Ramesh Oza mp Ramesh Dhaduk at porbandar Tiranga Yatra 2022
CM Bhupendra patel Ramesh Oza – MP Ramesh Dhaduk at Porbandar Tiranga Yatra 2022

આ ઘટના પરથી સમજી શકાય છે મુખ્યમંત્રી (Chief Minister)ના આગમન સમયે તેમના લોખંડી બદોસ્ત ગોઠવાયા હોય છે. સાથે જ તેમના કાફલાની વચ્ચે પણ કોઈ આવી શકે તેવી સંભાવના નહીવત હોય છે. પરંતુ આ બે આખલાએ નહીવત સંભાવના વચ્ચે પણ ધમાચકડી કરી લીધી, ત્યારે સામાન્ય જનતાને માટે આવી કોઈ સુરક્ષા કે બંદોબસ્ત નથી હોતો તો તેમની શી વલે થતી હશે તે વિચારવા લાયક સવાલ છે.

રાજ્યમાં અગાઉ અનેક કિસ્સાઓ નોંધાયા છે જેમાં રખડતા ઢોરે કોઈનો ભોગ લીધો કે કોઈને આજીવન માટે ખોડખાપણ રહે તેવી ગંભીર ઈજા પહોંચી. પરંતુ આ મામલે તંત્ર અને સરકાર હવે જાગશે અને આ પીડાજનક સ્થિતીમાં હવે કંઈક નિરાકરણ મળશે તેવી રાજ્યના નાગરિકોમાં આશા બંધાણી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...