Homeરાજકારણઝેરી દારૂ જોઈએ કે રોજગાર જનતાએ નક્કી કરવાનું છે: કેજરીવાલનો વેધક સવાલ

ઝેરી દારૂ જોઈએ કે રોજગાર જનતાએ નક્કી કરવાનું છે: કેજરીવાલનો વેધક સવાલ

-

પોરબંદર સમાચાર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીએ સક્રિય રીતે ગુજરાતમાં રાજકારણ શરૂ કર્યું છે. આજરોજ તારીખ 1 ઑગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ થોડા દિવસો બાદ ફરી રાજ્યના પ્રવાસ પર છે. પોરબંદર એરપોર્ટ પર આગમન બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ફરી એક વખત મીડિયા સમક્ષ સરકારને ઝેરી દારૂ અને રોજગારી મામલે નિશાન પર લીધી હતી.

પોરબંદર એરપોર્ટ (Porbandar Airport)પર આવતા વેંત જ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે સંવાદ કરી રાજ્ય સરકાર પર તિખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, રોજગાર અને દારૂ જેવા મુદ્દાઓ સાથે ગુજરાતમાં ચૂંટણી લડવાની પોતાની રણનીતિ અંગે પત્રકારો સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે ત્યાંથી સોમનાથ જવા નીકળ્યા હતા જ્યાં તેમણે એક જાહેરસભાને સંબોધન કરશે.

વધુ વાંચો- બોલો…જાહેરમાં 8 મહિલા પુરૂષ-જુગાર રમતા હતા માલવિયાનગર પોલીસે પકડ્યાં: રાજકોટ

વેરાવળ ખાતે જાહેરસભા સંબોધન કરતા પહેલા જ કેજરીવાલે કહ્યું કે, તેઓ સોમનાથમાં સભા સંબોધન કરવાનો છું તે પહેલા મેં ગુજરાતની જનતાને ફ્રી વીજળીની ગેરેન્ટી આપી હતી. આજે બીજી ગેરેન્ટીની જાહેરાત કરવાનો છું. પહેલા વીજળી અને હવે રોજગાર મુદ્દે યુવાનોને ગેરેન્ટી આપીશું. રાજ્ય સરકારને આડે હાથ લેતા પ્રહાર કર્યો કે, ભાજપની સરકાર છે તો ઝેરી દારૂ મળ્યો અમને મત આપી જીતાવશો તો રોજગાર મળશે, હવે જનતાએ નક્કી કરાવનું છે ઝેરી દારૂ જોઈએ છે કે રોજગાર ?

Must Read