Homeગુજરાતજૂઓ વીડિયો: જેલના કેદીઓને મોજે દરીયો, ફુલ સુવિધાનો વીડિયો સામે આવતા ખળભળાટ

જૂઓ વીડિયો: જેલના કેદીઓને મોજે દરીયો, ફુલ સુવિધાનો વીડિયો સામે આવતા ખળભળાટ

-

Porbandar Civil Jail Viral Viral Video : ‘પૈસા ફેકો તમાશા દેખો’ની કહેવતને સાર્થક કરતુ એક કથિત કાંડ સામે આવ્યુ છે પોરબંદરમાં(Porbandar) જેમાં જેલના(Jail) કેદીઓ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital) દાખલ થઈ મોજ ઉડાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જાણે પોલીસ નિંદ્રામાં હોય અને કેદીઓ માટે મોકળું મેદાન હોય તેવું કથિત વાયરલ વીડિયોમાં(Viral Video) જોવા મળે છે.

જુઓ Porbandar Civil Jail Viral Video

હાલમાં એક કથિત વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે. જે કથિત વીડિયો એક કેદી દ્વારા બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જે વીડિયોમાં હોસ્પિટલમાં દાખલ કેદી દ્વારા સ્ફોટક દાવા કરવામાં આવ્યા છે. આ વીડિયો સામે આવતા પોલીસ પર અનેક સવાલો ખડા થઈ રહ્યા છે.

વીડિયોમાં કરાયેલા દાવા મુજબ જેલમાં રહેલા કેદીઓને દર્દી તરીકે લાંબો સમય સુધી સિવિલ હોસ્પિટલમાં દર્દી વોર્ડમાં રાખવામાં આવે છે. વીડિયોમાં જોતા કેદી દર્દીઓને જાણે મોકળું મેદાન હોય તેમ જણાય છે. વહિવટદારો અને વચેટીયાના વહિવટના કારણે સમગ્ર કારસ્તાન ચાલતુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ છે કે કેદીઓ બેરોકટોક રીતે પરિવાર અને મિત્રોને મળવાની સુવિધા ધરાવે છે. ઉપરાત દાખલ કેદીઓ દર્દીના ખાટલા પર પણ નથી દેખાતા. તો મોટો સવાલ ઉદભવે છે કે, શું આટલું મોટુ કાંડ SP અને Dysp ની નજરે નહીં ચડ્યું હોય ?

વીડિયો બહાર આવતા પોલીસ તંત્રની સતર્કતા અને સુદર્ઢ કામગીરી પર સવાલો પેદા થઈ રહ્યા છે. કારણ કે, કેદીઓ હોસ્પિટલના કેદ વોર્ડમાં બેરોકટોક રીતે લોકોને મળવા, અને વ્યસન સહિતની સવિધા મળવાના આક્ષેપો લાગી રહ્યા છે.

તંત્ર પર પેદા થતા સવાલો

શું પોરબંદર જેલ વિભાગ અને પોલીસ ભ્રષ્ટાચારથી લિપ્ત છે ?

SP અને Dysp ના ધ્યાને આટલુ મોટું કારસ્તાન કેમ ન આવ્યુ ?

સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ ભ્રષ્ટ છે ?

દિવાળી સમયે બબાલ થયાના આક્ષેપો પણ કાર્યવાહી કેમ નહીં ?

દર્દીઓ કલાકો સુધી ક્યાં થઈ જાય છે બેડ પરથી ગાયબ ?

કેદી દર્દીઓને વ્યસનોની સવલત અપાય છે ?

શું આ મામલે નિષ્પક્ષ તપાસ થશે ?

Must Read