Homeરાષ્ટ્રીયરાશન માટે ગરીબોને તિરંગો ખરીદવા મજૂબર કર્યા ? ભાજપ સાંસદે વિડીયો કર્યો...

રાશન માટે ગરીબોને તિરંગો ખરીદવા મજૂબર કર્યા ? ભાજપ સાંસદે વિડીયો કર્યો ટ્વિટ

-

નવી દિલ્હી : ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ ગતરોજ મંગળવારે એક વિડીયો ટ્વિટ (Tweet) કરી કટાક્ષ કર્યો હતો. સરકાર હાલમાં હર ઘર તિરંગા (Har Ghar Tiranga)ના કાર્યક્રમ માટે તિરંગા વેચાણ કરી રહી છે ત્યારે આ ટ્વિટ ઘણું બધું કહી જાય તેમ છે.

વરૂણ ગાંધીએ ટ્વિટ કરેલા વિડીયો (Video)માં એક ગરીબ રાશનકાર્ડ ધારકને રાષ્ટ્રધ્વજ ખરીદવા દબાણ થતું હોવાનું જણાવતો એક વ્યક્તિ નજરે પડે છે. જેમાં એક વ્યક્તિ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવે છે કે, રેશનકાર્ડ ધારકોને ફરજિયાત રાષ્ટ્રધ્વજ ખરીદવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો- હાથમાં તિરંગો લઈ ધોરાજીના લોકો તંત્રને જગાડવા નિકળ્યા

આ વિડીયો પોસ્ટ કરતા વરૂણ ગાંધીએ લખ્યું છે કે, ‘આઝાદીની 75મી વર્ષગાંઠનો ઉત્સવ ગરીબો પર બોજ બની જાય તે દુર્ભાગ્યપુર્ણ છે. રેશનકાર્ડ ધારકો તિરંગો ખરીદવા મજબૂર કરાઈ રહ્યાં છે અન્યથા તેનું રાશન કાપી નાખવામાં આવે છે. દરેક ભારતીયના દિલમાં વસતા તિરંગાની કિંમત ગરીબનો કોળીયો ઝુંટવી વસુલવી શરમજનક છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોલ પર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. જેને સફળ બનાવવા સરકારી વિભાગો સાથે ભાજપ પણ જોર લગાવી રહ્યું છે. ગુજરાતમાં પણ નગરપાલિકા, મહાનગરપાલિકા અને પોસ્ટ વિભાગ સહિતના સ્થળો પર તિરંગા ધ્વજનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પીલીભીતથી ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ ટ્વિટર પર વિડીયો શેર કરી કટાક્ષ કરતા રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે.

વધુ વાંચો- જામનગર બાર એસોસિએશન રક્તદાન કેમ્પ યોજી કરશે સ્વતંત્રતા પર્વની ઉજવણી

Must Read