37 C
Ahmedabad

ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા ‘માણિક સાહા’, ગુજરાત માફક ચહેરા પરિવર્તનની સ્ક્રિપ્ટ: રાજકારણ

Published:

Politics News in Gujarati અગરતલા : ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે ‘માણિક સાહા’ Manik Saha એ શપથ લીધા પછી, ભારતીય જનતા પાર્ટી BJP એ ફરી એકવાર અચાનક મુખ્યમંત્રી બદલી અન્ટીઈન્કમબન્સીથી બચાવ પ્રયાસ કર્યો છે. ચહેરો બદલાવી જનમત તરફેણ કરવા માટે ભાજપનો આ મંત્ર અગાઉ પણ ઉપયોગ થઈ ચૂક્યો છે.

ત્રિપુરા પહેલા ભાજપે ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડમાં પણ નેતૃત્વ પરિવર્તનની સ્ક્રિપ્ટ લખી સફળ પ્રયોગ કર્યો છે. ઉત્તરાખંડમાં ચહેરો બદલવાની પ્રક્રિયા વિધાનસભા ચૂંટણી પહેલા કરવામાં આવી હતી, અને ગુજરાતમાં પણ ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો અચાનક બદલી નાખવામાં આવ્યો છે. ગુજરાતમાં મંત્રી મંડળમાં પણ નવા ચહેરાઓ મકી વોટ બેંકમાં વધારો કરવા પ્રયાસ કર્યો છે. ક્રમશઃ ત્રિપુરા અને કર્ણાટકમાં આગામી વર્ષે ચૂંટણી થઈ રહી છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાની પસંદગી થતા ખુદ ભાજપના નેતાઓ જ ચોંકી ગયા હતા. કારણ પણ વાજબી છે તેઓ હજૂ બે મહિના પહેલા જ રાજ્યસબાની એક માત્ર બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2016 માં સાહાએ કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં તેમનો વિકાસ માર્કસવાદીઓ સામે લડવા માટે ઉપયોગ થઈ શકે તેમ સુચવી રહી છે. માર્કસવાદી પક્ષે સતત ત્રણ દાયકા સુધી ત્રિપુરા પર શાસન કર્યું હતું.

Politics News in Gujarati – ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા માણિક સાહા : રાજકારણ

સાહાને વર્ષ 2020માં પક્ષના વડા બનાવવામાં આવ્યા અને ચાલુ વર્ષમાં માર્ચ મહિનામાં રાજ્યસભામાં પણ ચૂંટાઈ આવ્યા છે. ગઈકાલે પુર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાની કલાકો બાદ ડૉ. સાહાનું નામ ભાજપના વિધાયક દળના નેતા તરીકે નક્કી થયું હતું.

Related articles

Recent articles