Sunday, May 15, 2022

જીતુ વાઘાણીને આમંત્રણ આપવા પહોંચી AAP, આપ-BTP વચ્ચે શું રંધાઈ છે ?

આજના સમાચાર ગુજરાત, રાજકીય Politics, અમદાવાદ Ahmedabad Jayant Dafda : હાલ ગુજરાત Gujarat નું રાજકારણ શિક્ષણ મુદ્દે ગરમ થઈ ગયું છે. તાજેતરમાં જ ગુજરાત ભાજપના ટ્વિટ પર શિક્ષણ મામલે આક્ષેપને લઈ, વળતો પ્રહાર કરતા દિલ્હી સરકારના શિક્ષણમંત્રી એ ગુજરાત સરકારને ભુંડી ભીસમાં મુકી દિધી છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા એ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ને શિક્ષણ ડિબેટ માટે લલકાર્યા હતા. જો કે આ ડિબેટ કરવી કે કેમ તે બાબતે જીતુ વાઘાણીએ બાદમાં કોઈ પ્રત્યુત્તર આપ્યો ન આપી ડિફેન્સ મોડ અખ્યત્યાર કરવો પડ્યો હતો. ત્યારે હવે આજરોજ દિલ્હીના શિક્ષણમંત્રીએ જીતુ વાઘાણી સહિત ભાજપ BJP ના નેતાઓને દિલ્હીની સરકારી શાળાની મુલાકાત કરવા આમંત્રણ મોકલ્યું છે.

સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા Gopal Italiya એ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, અગાઉ ભાજપ BJP ના ટ્વિટર એકાઉન્ટ પરથી શિક્ષણના મુદ્દે દિલ્હી સરકારનો વિરોઘ કરવામાં આવ્યો હતો. આ વિરોઘને અમે પોઝિટિવ રીતે લીઘો હતો અને શિક્ષણના મુદ્દે ચર્ચા કરવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીને પડકાર ફેંક્યો હતો. બંને રાજ્યના શિક્ષણમંત્રી સામ-સામે બેસીને ચર્ચા કરે તેથી દેશની જનતાને જાણવા મળે કે શિક્ષણ બાબતે સરકાર શું કરી રહી છે. શિક્ષણ બાબતે અમે પડકાર ફેંક્યો હતો પરંતુ ગુજરાતના શિક્ષણમંત્રીએ ‘હા’ કે ‘ના’ નો જવાબ આપ્યા વગર ગોળ-ગોળ ફેરવવાની વાતો કરી.

Politics News Gujarati/ જીતુ વાઘાણીને આમંત્રણ આપવા પહોંચી AAP

aap gujarat delhi invite to gujarat education minister to visit government school in delhi news gujarati Today Gandhinagar
ગાંધીનગર ખાતે આમંત્રણ આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના આગેવાનો

ગોપાલ ઈટાલીયાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે તે જગ જાહેર ન થાય એટલે રાજ્યના શિક્ષણમંત્રી દુર ભાગી રહ્યાં છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની સરકારના દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને તેમજ ગુજરાતના મંત્રીઓને દિલ્હીની સરકારી શાળાઓ જોવા પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકારના નેતાઓ કે શિક્ષણ મંત્રી દિલ્હીની 70 વિઘાનસભામાંથી કોઈ પણ સરકારી શાળા જોવા માંગતા હોય તે બતાવવા દિલ્હી સરકાર તૈયાર છે. અમારી ટીમ સચીવાલયમાં જઈને શિક્ષણમંત્રીને આમંત્રણ આપવા જશે. બાદમાં એક ટીમ ગાંધીનગર આમંત્રણ આપવા માટે પહોંચી પણ હતી.

તમામ બાબતો વચ્ચે આડ વાત એ છે કે, AAP-BTP નું ગઠબંઘન ? કે બીટીપી નેતાઓ આપમાં ભળશે તેવી ચર્ચા ઓ કેમ ચાલી રહી છે ?

તાજેતરમાં જ AAP ના નેતાઓની BTP બીટીપીના નેતાઓ સાથે મુલાકાત કરતા રાજ્યનું રાજકારણ ગરમાવો પકડી ગયું છે. તેમજ આ મામલે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટીના વિઝન અને આપના આદીવાસી સમાજ માટે છોટુભાઈ અને મહેશભાઈની મુલાકાત કરી હતી. તેમજ તેમણે આદીવાસી સમાજને લઈને તેમની પાસે જે વિઝન છે અને સમસ્યાઓ છે તેરજુ કરી હતી.

સાથે જ ગોપાલ ઈટાલીયાના જણાવ્યા મુજબ તેમણે, આમ આદમી પાર્ટી વતી આદીવાસી સમાજનું સ્ટેડ બાબતે પણ ચર્ચા કરી હતી. તેમજ આગમી દિવસોમાં હજૂ વઘારે બેઠકો કરી એક આખરી નીરાકણ સુઘી પહોંચવાનો પ્રયાસ છે. હવે આમ આદમી પાર્ટી સાથે BTP નું ગઠબંધન થાય છે કે પછી પાર્ટી આમમાં ભળી જાય તે મામલે આવનારો સમય જ કહી શકશે.

વાયરલ વીડિયો સમાચાર- કુતરાને બચાવવા માણસ તો ન ગયા પણ ગૌ માતા પહોંચી

રાશિફળ 2022 Rashibhavishya 2022 Gujarati વાંચો

રાશિ ભવિષ્ય 2022 સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોને લાભ થશે તેવું માનવામાં આવે છે

Surya Grahan 2022: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ દિવસે, રાશિ ભવિષ્ય પર શું થશે અસર જાણો

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...