Homeરાજકારણકેજરીવાલ જાણી ગયા છે ગુજરાતમાં ક્યાં પૈસા નાખો તો મજબૂતી મળે ?

કેજરીવાલ જાણી ગયા છે ગુજરાતમાં ક્યાં પૈસા નાખો તો મજબૂતી મળે ?

-

રાજકીય મંથન : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યાં છે. સાથે જ AAP ગુજરાતમાં મીડિયાને મેનેજ કરવાનું કાર્ય પણ ખુબ સારી રીતે કરી રહ્યાં છે. જેના પરથી સમજી શકાય છે કે કેજરીવાલ (Arvind Kejriwal) રાજકારણાં ઈવેન્ટ અને પૈસાની તાકાત ખુબ સારી રીતે જાણી ગયા છે. જેનો તેઓ બખુબી ઉપયોગ ગુજરાતમાં કરી રહ્યાં છે તેવું કેટલીક બાબતો પરથી જણાય છે.

અન્ય રાજ્યોની જાહેરાત ગુજરાતમાં

અઢી દાયકાથી ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ત્રીજો મારચો ન ફાવી શકે તેવી સર્વમાન્ય માન્યતા છે. પરંતુ AAP સમજી ગયું છે કે ત્રીજો મોરચો ગુજરાતમાં ચલાવી શકાય પણ ખર્ચ કરવો પડે. ગુજરાતની ચેનલમાં પંજાબ અને દિલ્હીની સરકારની જાહેરાતો આપવા પાછળ કોઈ તાર્કિક ઠોસ કારણ નથી જણાતું પણ જાહેરાતો આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ અવાર-નવાર ગુજરાતનો પ્રવાસ પણ ખેડે છે. સાથે જ ન્યૂઝ વેબસાઈટોમાં પણ AAPની જાહેરાતો વિવિધ પ્રકારે થતી જોવા મળે છે. તેનો મતલબ એવો નથી કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ગુજરાતમાં જાહેરાત નથી કરતી પણ AAPની સાપેક્ષમાં ખુબ ઓછી જાહેરાત કરે છે.

ભાજપ કરતા પણ જાહેરાતમાં હોંશિયારી

મીડિયા ચલાવવા માટે પૈસાની જરૂર પડે જે પૈસા જાહેરાતથી (માની લઈએ) મળતા હોય છે. આ વાત સૌ કોઈ જાણે છે તેમ AAP પણ સારી રીતે જાણે છે. જાણવા સાથે તેનો લાભ કેમ લેવો તે પણ તેઓ સારી રીતે જાણે છે. AAPના વધતા જોરને જોઈ રાજ્યની સત્તાધારી પાર્ટી પણ આ પ્રકારે જાહેરાત કરે જ છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આ મામલે ભાજપ કરતા પણ વધારે હોંશિયારીથી કામ લેતા જણાય છે.

ચાલુ ગાડીમાં બેસવા પ્રયાસ

કેજરીવાલ ગુજરાત આવે અને તે તમામ ન્યુઝ વેબસાઈટ પર અને મીડિયામાં કવર થાય તે રીતે મીડિયા મેનેજ કરતા હોવા જોઈએ. સાથે જ આ ખર્ચમાં તેઓ ઓ ભાજપના કેમ્પેઈનને પણ જાહેરાતોમાં ટાર્ગેટ કરે છે. દેશી ભાષામાં કહીએ તો ચાલુ ગાડીમાં બેસાવનો પ્રયાસ કરે છે, જેમકે ગતરોજ 1 ઓગસ્ટે એક ગુજરાતી ન્યુઝ વેબસાઈટ પર જાણે કેજરીવાલે ભાજપના ત્રીરંગા અભિયાન અને આઝાદીના અમૃત મહોત્સવનું સંજ્ઞાન લઈ હાથમાં ત્રીરંગો ઝંડો પકડી જાહેરાત કરી હોય તેમ જણાતું હતું.. આ જાહેરાત ખોલતા તેમાં દિલ્હી સ્કીલ અને એન્ટરપ્રેન્યોરશીપ યુનિવર્સીટીની વેબસાઈટ પર પહોંચાતું હતું.

આ તમામ બાબતો સૂચવે છે કે AAP પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે ખર્ચ કરવા પુર્ણ રીતે તૈયાર છે. સાથે જ ખર્ચ ક્યાં કેટલો થાય તે પણ તેઓ સારી રીતે જાણે છે.

Must Read