Homeમનોરંજનઅંતિમ સંસ્કાર માટે બચાવેલા પૈસા  લૂંટારુઓએ લૂંટી લીધા, પછી જે થયું...

અંતિમ સંસ્કાર માટે બચાવેલા પૈસા  લૂંટારુઓએ લૂંટી લીધા, પછી જે થયું એ જાણીને રહી જશો દંગ

-

અંતિમ સંસ્કાર માટે બચાવેલા પૈસા  લૂંટારુઓએ લૂંટી લીધા, આ વરિષ્ઠ અધિકારીએ દેખાડી ઉદારતા -Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars

ચોરીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક મામલો સામે આવ્યો છે. ચોરો દ્વારા લૂંટાયેલા એક વૃદ્ધને બચાવવા આવ્યા પછી એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેમની દરિયાદીલીથી લોકોના હૃદય જીતી રહ્યા છે. માહિતી મુજબ, 

Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars
Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars | image credit : thekashmirimages.com

શનિવારે શ્રીનગરના બોહરી ​​કદલ વિસ્તારમાં રોડ કિનારે ચણા વેચતા 90 વર્ષીય અબ્દુલ રહેમાન પાસેથી ચોરોએ તેમની અંગત બચત લૂંટી લીધી હતી. એકલા રહેતા રહેમાનને લૂંટારુઓએ માર માર્યો હતો અને તેની સાથે રાખેલા એક લાખ રૂપિયાની ચોરી કરી હતી. રહેમાને પૈસા ગુમાવવાના ડરથી પોતાની પાસે રાખ્યા હતા. તેણે તેના અંતિમ સંસ્કાર માટે પૈસા બચાવ્યા હતા.

લૂંટારુઓએ વૃદ્ધની જીવનભરની કમાણી લૂંટી લીધી

 મેં વીડિયોમાં તેનો ચહેરો જોયો અને તેને મદદ કરવાનું નક્કી કર્યું.  તેમની આ સમસ્યાને સમજીને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સંદીપ ચૌધરીએ વૃદ્ધની મદદ કરી. પોલીસ અધિકારીએ તેના ખિસ્સામાંથી રહેમાનને એક લાખ રૂપિયા આપ્યા, જેનાથી વેચનારના ચહેરા પર સ્મિત આવી ગયું. SSP સંદીપે કાશ્મીર મોનિટરને કહ્યું, “ક્યારેક ગુનેગારોને પકડવામાં સમય લાગે છે. પૈસા એ કોઈ મોટી સમસ્યા નથી, ત્યાં સુધી કે આઈફોનની કિંમત પણ એક લાખથી વધુ છે, પરંતુ તેના માટે તે તેની જીવનભરની બચત હતી જે ખોવાઈ ગઈ હતી.

Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars
Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars | image credit : eastmojo.com

પોલીસકર્મીએ મદદનો હાથ લંબાવ્યો -Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars

તેણે આગળ કહ્યું, ‘પૈસા ગુમાવવાના ડરથી વૃદ્ધ હંમેશા તેમની બચત પોતાની પાસે રાખતા હતા. તેમની પાસે એક લાખ સાઠ હજાર રૂપિયાની બચત હતી, જેને તેણે એક લાખ એક ખિસ્સામાં અને 60 હજાર બીજા ખિસ્સામાં રાખ્યા હતાં. લૂંટારુઓએ તેની પાસેથી એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. રસ્તાના કિનારે ચણા વેચીને આટલા પૈસા બચાવવા એ મોટી વાત છે. આ ઘટના જાણીને મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. આ દરમિયાન SSPના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars
Police Officer Helps 90Year Chana Seller Savings Were Looted By Burglars | image credit : dailyexcelsior.com

વધુ વાંચો – જાણો આ ગામની રહસ્યમય કહાની – જ્યાં પતિ જીવિત હોવા છતાં વિધવા જેવું જીવન વિતાવી રહી છે મહિલાઓ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....