પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ (PM Modi Video Conference) દ્વારા 13 મી બ્રિક્સ સમિટની (Bricks summit) અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘બ્રિક્સની 15 મી વર્ષગાંઠ પર આ સમિટની અધ્યક્ષતા કરવી મારા અને ભારત (India) માટે આનંદની વાત છે.
અમારી પાસે આજની બેઠક (Meeting) માટે વિગતવાર એજન્ડા છે. પીએમ મોદીએ કહ્યું, બ્રિક્સે છેલ્લા દોઢ દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આપણે વિશ્વના ઉભરતા અર્થતંત્રો માટે પ્રભાવશાળી અવાજ છીએ. આ ફોરમ વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ ઉપયોગી રહ્યું છે.
13 મી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin), બ્રાઝિલના (Brazil) રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાજરી આપી હતી.
જિનપિંગની સામે અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતિ અને આતંકવાદ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું, અમે બ્રિક્સ ‘કાઉન્ટર ટેરરિઝમ એક્શન પ્લાન’ અપનાવ્યો છે, ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, અફઘાનિસ્તાન આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરીનું આશ્રયસ્થાન ન બનવું જોઈએ.
13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે આગામી 15 વર્ષમાં બ્રિક્સ વધુ ઉત્પાદક બને. ભારતે પોતાના રાષ્ટ્રપતિપદ માટે જે થીમ પસંદ કરી છે તે આ પ્રાથમિકતાને પ્રતિબિંબિત કરે છે.
તાજેતરમાં પ્રથમ બ્રિક્સ ડિજિટલ હેલ્થ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીની મદદથી આરોગ્યની પહોંચ વધારવા માટે આ એક નવું પગલું છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે આતંકવાદ વિરોધી યોજના પણ અપનાવી છે.
13 મી બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાન વિશે મોટું નિવેદન આપ્યું હતું. પુતિને કહ્યું, અફઘાનિસ્તાન તેના પડોશી દેશો માટે ખતરો ન બનવું જોઈએ. પુતિને અફઘાનિસ્તાન આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરીનું કેન્દ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી હતી.
પુતિને વધુમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળો અને તેના સહયોગીઓના પાછા ખેંચવાથી એક નવું સંકટ ઉભું થયું છે અને તે હજુ પણ અસ્પષ્ટ છે કે તે વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાને કેવી રીતે અસર કરશે. આપણા દેશોએ આ મુદ્દા પર વિશેષ ધ્યાન આપ્યું છે.