35 C
Ahmedabad

આટકોટ ખાતે કે.ડી.પરવાડીયામલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં PM મોદી તથા CM પટેલ

Published:

Rajkot News Gujarati રાજકોટ : રાજકોટ આજરોજ તારીખ 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના આટકોટ [Atkot] ખાતે પટેલ સમાજ સંચાલિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ [K D Parvadiya multispeciality Hospital]નું દિપપ્રાગટ્યકરી  વડાપ્રધાનએ હોસ્પિટલના પ્રાંગણમાં તક્તી અનાવરણ કરી લોકાર્પણ કરેલ હતું.

લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની  મુલાકાત લીધી હતી. શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હોસ્પિટલની તમામ વિગતો સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરાએ વડાપ્રધાન મોદી [PM Modi] સમક્ષ રજુ કરી હતી. વડાપ્રધાનએ હોસ્પિટલના નિર્માણમાં સહભાગી થનાર દાતાઓ તથા ટ્રસ્ટ્રીઓના પરિજનોને પણ મળ્યા હતા.

આ K D Parvadiya multi speciality Hospital કે.ડી.પરવાડીયા હોસ્પિટલથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રોસીટીમાં જવુ નહિ પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે.

K D Parvadiya multispeciality Hospitalનું લોકાર્પણ કરતાં PM મોદી તથા CM પટેલ

  • ૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં
  • આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ સારવાર મેળવી શકશે
  • જસદણ – વીંછીયાના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી શકશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦ બેડની આ નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી  હોસ્પિટલમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્કીન અને ડેન્ટલ ઉપરાંતના કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગ્રેસ્ટ્રોલોજી અને કેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને રાજય સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) અને ભારત સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ પણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.

Related articles

Recent articles