Homeગુજરાત"અમે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે" આટકોટમાં પ્રધાનમંત્રી

“અમે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે” આટકોટમાં પ્રધાનમંત્રી

-

Rajkot City News Gujarati રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ પર છે. જ્યાં પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એ રાજ્યના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા હતા. લોકોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે લોકોના પ્રયાસો સરકારના પ્રયાસો સાથે જોડાય છે, ત્યારે આપણી સેવા કરવાની શક્તિ વધી જાય છે. આટકોટની આ આધુનિક હોસ્પિટલ [KD Pardava Multi Speciality] તેનું મોટું ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કેન્દ્રના એનડીએ સરકાર [NDA Government]ના 8 વર્ષ પુરા કર્યાની વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં જણાવ્યું કે આ સમય દરમિયાન તેમની સરકારે એવું કોઈ કામ કર્યું નથી, જેના કારણે ઝુકવું પડે. પાણી સંકટને યાદ કરાવતા તેમણે કહ્યું કે 6 કરોડ પરિવારોને પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ગરીબોની ગરિમા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ગરીબોને ઘરના ઘર પણ યાદ કરાવવાનું પ્રધાનમંત્રી ભૂલ્યા નહીં. તેમણે કહ્યું કે, 3 કરોડથી વધુ ગરીબોને ઘર આપવામાં આવ્યા છે. ખેડૂતોને કરેલી સહાય યાદ કરવવા મોદી બોલ્યા કે, મુશ્કેલીના સમયમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થયા છે. જ્યારે કોરોના દરમિયાન સારવારની જરૂરિયાત વધી ત્યારે અમે ટેસ્ટિંગ પણ વધુ તીવ્ર કર્યું. જ્યારે રસીની જરૂર પડી ત્યારે રસી પણ મફતમાં આપવામાં આવી હતી.

અમે એવું કોઈ કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે: આટકોટમાં પ્રધાનમંત્રી – Rajkot City News

કેન્દ્રની મોદી સરકારને 8 વર્ષને પૂર્ણ કરવા બાબતે પણ મોદીએ વાત કરવાનું ચુક્યું નહીં. અમે ગરીબોની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને આપણે દેશના વિકાસને નવી ગતિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે હું ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે હું માથું નમાવીને ગુજરાતના તમામ નાગરિકોનું સન્માન કરવા માંગુ છું. મેં જે મૂલ્યો અને શિક્ષણ આપ્યું, સમાજ માટે કેવી રીતે જીવવું તે શીખવ્યું તેના કારણે માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર છોડી નથી.

અગાઉ, PM એ રાજકોટના આટકોટ [Atkot] ખાતે નવનિર્મિત માતુશ્રી KDP મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હોસ્પિટલ 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. અહીં લોકોને વિશ્વકક્ષાની સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ [Amit Shah] પણ ગુજરાતના પ્રવાસે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...