Homeરાષ્ટ્રીયદેશના ખુણે-ખુણે ખેડૂતોએ સ્વાગત કરેલા કૃષી કાયદાને અંતે પરત ખેંચતા મોદી.

દેશના ખુણે-ખુણે ખેડૂતોએ સ્વાગત કરેલા કૃષી કાયદાને અંતે પરત ખેંચતા મોદી.

-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ શુક્રવારે રાષ્ટ્ર જોગ સંબોધન કરતા (PM Modi Address to nation) એક મોટી જાહેરાત કરી છે. જેમાં જણાવાયું કે ત્રણેય કૃષી કાયદાઓ પરત ખેંચ્યા છે(farm laws withdrawn) . ગુરપર્વના અવસર પર દેશને સંબોધીત કરતા મોદીએ કૃષી કાયદાઓ પરત ખેંચ્યાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે આ કાયદાઓ વિરૂધ્ધ દેશના ખેડૂતો નારાજ થઈ એક વર્ષથી રાજધાની પાસે આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં ઘણાં ખેડૂતોના જાન પણ ગયા છે. નોંધનીય છે કે હવે આ આંદોલન પંજાબથી હરિયાણા અને ઉત્તરપ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળમાં પણ ફેલાવા લાગ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા રાજકિય ફેરફારો કરવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ નિર્ણય પણ રાજકિય નિશાન પાર પાડવા માટે મોદી સરકાર દ્વારા લેવાયો છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અમે ત્રણ કાયદાઓ લાવ્યા જેનો ઈરાદો હતો નાના ખેડૂતોને વધુ બળ મળે. વર્ષોથી તેની માંગણી થઈ રહી હતી. પહેલા પણ કેટલીય સરકરાઓ એ તેના પર મંથન કર્યું છે. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ મંથન થયું અને કાયદો લાવ્યા. દેશના ખૂણે ખૂણે ખેડૂતો એ તેનું સ્વાગત કર્યું. આજે હું તેમનો આભારી છું અને ધન્યવાદ પાઠવું છુ.

પ્રધાનમંત્રીએ કંઈક આ રીતે કરી કાયદા પરત લેવાની જાહેરાત – PM Modi Address to nation farm laws withdrawn

આ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરતા પહેલા પ્રધાનમંત્રીએ કંઈક આવી રીતે વાત શરૂ કરી. તેમને કહ્યું કે, કોશીશ કર્યા બાદ પણ અમે ખેડૂતોને ન સમજાવી શક્યા, ખેડૂતોનો એક વર્ગ જ વિરોધ કરી રહ્યો હતો. અમે તેમને અનેક માધ્યમોથી સમજાવતા રહ્યાં. વાતચીત થતી રહી. અમે ખેડૂતોને વાતો અને તર્ક સમજાવવાની કોઈ કસર નથી છોડી. અમે 2 વર્ષ સુધી આ કાયદાઓને સસ્પેંડ કરવાની વાત કરી. પણ આજે દેશવાસીઓની માફી માંગતા પવિત્ર હ્રદયથી કહેવા ઈચ્છું કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કસર રહી હશે. જેના કારણે દિવાના પ્રકાશ જેવુ સત્ય કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી ન શક્યા. અમે હવે ત્રણ કૃષી કાયદાઓ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસદમાં આ શિયાળુ સત્ર દરમિયાન જ સરકાર ત્રણેય કૃષી કાયદાઓ પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેશે. મતલબ આ શિયાળુ સત્ર દરમિયાન કાયદાઓ સત્તાવાર રીતે હટાવી દેવામાં આવશે.

અદ્યાદેશ, કાયદો અને આંદોલનની કહાણી

ઉલ્લેખનિય છે કે મોદી સરકારે આ ત્રણેય કાયદાઓ જૂન, 2020માં સૌથી પહેલા અદ્યાદેશ લાવી કાયદા લાગુ કરાયા હતા. આ અદ્યાદેશના વિરોધમાં પંજાબમાં પૂરજોશમાં ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા. બાદમાં સપ્ટેબર મહિનામાં ચોમાસુ સત્રમાં આ બિલને સંસદમાં લાવી બંને સદનોમાં પસાર કરાવી લેવાયા હતા. જેના બાદ તો ખેડૂતોમાં વિરોધનો અગ્નિ જાગી ગયો અને ખેડૂતોએ જાહેર પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી. આટલો મોટો વિરોધ હોવા છતાં રાષ્ટ્રપતિની મહોર બાદ કાયદા બની ગયા હતા.

ત્યારથી જ પંજાબ-હરિયાણાના ખેડૂતો ખેડૂત આંદોલન ચલાવી રહ્યા હતા. બાદમાં ખેડૂતો દિલ્હીની સરહદ પાસે 26 નવેમ્બરે પહોંચી ગયા અને કેટલીક જગ્યાઓ તો આંદોલન ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતું રહ્યું હતુ.

Must Read