Homeરાષ્ટ્રીયરૂ. 284 કરોડ રોકડાનો માલિક Piyush Jain જુના સ્કુટર પર શા માટે...

રૂ. 284 કરોડ રોકડાનો માલિક Piyush Jain જુના સ્કુટર પર શા માટે ફરે છે

-

જાણો કોણ છે આ વ્યક્તિ જેના ઘરેથી મળી હતી રેઈડમાં અઢળક સંપત્તિ અને અબજોનો માલિક આજે પણ તેના જુના સ્કૂટર પર સવારી કરે છે….

Kanpur it raid : આ વ્યક્તિનું નામ પીયૂષ જૈન છે (Piyush Jain), જે ઉતરપ્રદેશના કન્નૌજમાં પરફ્યુમનો બિઝનેસમેન છે, અને પીયૂષ જૈન ઘરેથી રિકવર કરાયેલી સંપત્તિ અને રોકડમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 280 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે અને કાનપુર બાદ હવે પીયૂષ જૈનના કન્નૌજના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતા અહેવાલ મુજબ પીયૂષ જૈનના કન્નૌજમાં ત્રણ ઘર આવેલા છે.

તેના ઘરો તપાસતા લગભગ 107 કરોડ રૂપિયાની રોકડ સંપતિ મળી આવી હતી અને હાલ સુધીમાં કુલ રૂ. 284 કરોડની રોકડ રિકવર કરવામાં આવી છે, રોકડ સંપતિની ગણતરી માટે એસ.બી.આઈના અધિકારીઓને પૈસાની ગણતરી માટે બોલાવવામાં આવ્યા હતા અને તેની સાથે સોનું અને ચાંદી પણ મોટી માત્રામાં મળી આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પિયુષ જૈને GST અધિકારીઓને જણાવ્યું હતું કે, વર્ષોથી તેણે પૈતૃક સંપતિમાં મળેલું સોનું વેચીને રોકડ રકમ ભેગી કરી હતી અને તેનું કારણ કે તે પોતાનો બિઝનેસ વધારવા માંગતો હતો. પણ હાલમાં પિયુષ જૈનએ કોને સોનું વેચ્યું તે અંગે માહિતી આપી શક્યા નથી તેમજ હાલમાં પિયુષના બંને પુત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણો પીયુષ જૈન( Piyush Jain ) વિષે.
પિયુષ જૈન મૂળ કન્નૌજના ચુપ્પટ્ટી વિસ્તારનો રહેવાસી છે અને તે હજી પણ કન્નૌજમાં તેનું જુનું સ્કૂટર લઈને ફરે છે. તેની પાસે કનૌજના ઘરમાં જૂની ક્વોલિસ અને મારુતિ કાર છે. અને તે એક સામાન્ય સામાન્ય માણસની જેમજ રહે છે અને વિસ્તારમાં કોઈની સાથે પણ વધારે વાત કરતા નથી.

લોકોના જણાવ્યા પ્રમાણે પીયૂષના પિતા મહેશ ચંદ્ર જૈન વ્યવસાયે કેમિસ્ટ છે મહેશ પાસેથી જ તેના પુત્રો પીયૂષ અને અંબરીશે અત્તર અને ખાદ્ય ચીજવસ્તુઓમાં વપરાતા એસેન્સ કેવી રીતે બનાવવું તે શીખ્યા.

15 વર્ષમાં ઝડપથી બિઝનેસનો વિસ્તાર કર્યો
છેલ્લા 15 વર્ષમાં પિયુષે પોતાનો બિઝનેસ ઝડપથી વધારો કર્યો હતો અને હવે તેનો કાનપુરથી લઈને મુંબઈ અને ગુજરાતમાં પણ બિઝનેસ છે. જ્યારે ધંધામાં વધારો થયો ત્યારે બાદ પિયુષે નજીકના 2 મકાનો ખરીદીને પોતાનું આલીશાન ઘર બનાવ્યું હતું. પિયુષનું ઘર એવી રીતે બનેલું છે કે, ઘરમાં બાલ્કની સિવાય બીજા ઘરમાંથી કશું દેખાતું નથી અને તેનો વિસ્તાર લગભગ 700 સ્ક્વેર યાર્ડનો છે.

જોકે પીયૂષના પિતા મહેશચંદ્ર જૈન અને તેમનો સ્ટાફ ઘરમાં રહે છે, પીયૂષ અને તેનો ભાઈ અંબરીશ અવારનવાર અહીં આવે છે. પિયુષ અને અંબરીશને 6 પુત્ર અને પુત્રી છે હાલમાં બધા કાનપુરમાં ભણે છે.

Must Read