Homeગુજરાતરાજકોટલોધીકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા PGVCLની સરાહનીય કામગીરી

લોધીકા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા PGVCLની સરાહનીય કામગીરી

-

લોધીકા : લોધીકા પંથકમાં તાજેતરમાં 5 ઈંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે લોધીકાના કેટલાક ગામડાઓમાં વીજપોલ, વાયર અને ટી.સી.માં નુકશાન થતા વીજળી ગુલ થઈ ગઈ હતી.

જેના પગલે પી.જી.વી.સી.એલ (PGVCL Lodhika)ના નાયબ ઈજનેર ડી.ઈ.ઉનડકટ,જુનિયર ઈજનેર એસ.ડી.ચાગેલા, જુનિયર ઈજનેર કે.કે.સોરઠીયા, લાઈનમેન ચંદુભાઈ જાડેજા વગેરે ઝડપી કામગીરી હાથ ધરી હતી. લોધિકા તેમજ આજુબાજુના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા પોતાને ચિંતા કર્યા વગર જહામત ઉઠાવી હતી. આ અંગે ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, સરપંચ દિલીપભાઈ મારકણા, સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા, ગૌરવ હંસોરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા, માજી સરપંચ જેન્તીભાઈ વસોયા, મહેશભાઈ ઘાડીયા અને સંજયભાઈ સનુરાએ પી.જી.વી.સી.એલ.ની કામગીરી બિરદાવેલી છે.

વધુ વાંચોરાજકોટમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ 2.55 લાખની સહાય ચૂકવાઈ

વધુ વાંચોપારકા કામ કરતી મહિલાને સ્પ્રે છાંટી મહિલાના સોનાના બુટીયા અને રોકડની લુંટ: રાજકોટ

વધુ વાંચોલોધીકામાં ડોકટર સહિતના સ્ટાફની અછત, આગેવાનોએ કરી આરોગ્ય વિભાગને રજૂઆત

Must Read