Homeગુજરાતરાજકોટહાથમાં તિરંગો લઈ ધોરાજીના લોકો તંત્રને જગાડવા નિકળ્યા

હાથમાં તિરંગો લઈ ધોરાજીના લોકો તંત્રને જગાડવા નિકળ્યા

-

ધોરાજી ન્યુઝ : ધોરાજી (Dhoraji)ના લોકો રસ્તાની બિસ્માર હાલત અને રસ્તા પર કાદવ કીચડના સામ્રાજ્યથી ત્રાહિમામ છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)માં વ્યસ્ત સરકારને ધોરાજીના વાસ્તવિક સ્થીતી બતાવવા માટે સ્થાનીક લોકો હાથમાં તિરંગો ધ્વજ લઈ વિરોધ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્ગોની હાલત વરસાદ બાદ બિસ્માર બની છે. સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને ઢંઢોળવા છતાં કીચડ અને ખાડાથી ભરપૂર માર્ગો પર લોકો મજબૂરીવશ થઈ પસાર થઈ રહ્યાં છે. જેમાં મુખ્યત્વે જેતપુર રોડ, જુનાગઢ રોડ અને જમનાવડ રોડ પર લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. ત્યારે નાગરિકો આગામી તહેવાર જનમાષ્ટીની શોભાયાત્રા ગંદકીમાંથી કેમ પસાર કરવી તે વિસામણમાં મુકાયા છે.

વધુ વાંચો- ગાંધીગ્રામ PIને કોર્ટમાં હાજર રહેવા નોટિસ; મુદ્દામાલમાં સિંગતેલના બદલે કપાસિયા તેલનો મામલો

તંત્ર દ્વારા નાગરિકોની મુશ્કેલીઓ પર આંખ આડા કાન કરવામાં આવતા આજે નાગરિકોએ અનોખી રીતે સરકાર સુધી સંદેશ પહોંચાડવા પ્રયાસ કર્યો છે. જેમાં આજરોજ સમગ્ર દેશમાં 75 મો આઝાદી કા અમૃત મહોત્સવ ઊજવાય છે. હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વેપારીઓએ તિરંગા સાથે ભારત માતાકી જય ના નાદ સાથે વિરોધ કરી રોષ પ્રગટ કર્યો હતો.

વધુ વાંચો- વૃધ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂપીયા પોણા બે લાખની લૂંટ: મોરબી

Must Read