Homeરાજકારણપાટીદારોને OBC અનામત બાબતે કેન્દ્રિય મંત્રી એ શું કહ્યું ? વાંચો

પાટીદારોને OBC અનામત બાબતે કેન્દ્રિય મંત્રી એ શું કહ્યું ? વાંચો

-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં (Gujarat Assembly Election 2022) યોજાય તેવી સંભાવનાઓ વચ્ચે રાજકીય પાર્ટીઓ જાણે અગાઉથી જ તૈયારીઓ કરી રહી છે તેવું જણાય છે. આજરોજ ભાજપની (BJP) કેન્દ્ર સરકારમાં સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા ના (RPI) રામદાસ અઠાવલે (Ramdas Athawale) ગુજરાત મુલાકાત પર છે. કેવડિયાની મુલાકાતે આવેલા રામદાસ આઠવલેનુંં પાટીદારો (Patidar) અને OBC મામલે રાજ્યના રાજકારણમાં (Politics) ગરમાવો લાવે તેવી સંભાવના છે.

રામદાસ આઠવલે એ રાજ્ય સરકારને અપિલ કરતા સ્વરે કહ્યું છે કે, પાટીદારોને OBC માં સમાવેશ કરવામાં આવે. તેમણે પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ, રાજ્ય સરકારને અધિકાર આપ્યા છે કે કોને OBC માં રાખવા અને કોને નહીં. ટૂંકમાં તેઓ પાટીદાર અનામતને (Reservation) સમર્થન કરતા જોવા મળ્યા હતા.

Patidar ને OBC અનામત (Reservation) બાબતે કેન્દ્રિય મંત્રી એ…

અગાઉ પણ ગુજરાતના જૂનાગઢની મુલાકાતે આવેલ આઠવલે એ પાટીદાર અનામતનો રાગ આલાપ્યો હતો. તેમણે જૂનાગઢમાં જણાવ્યું હતુ કે તેમની પાર્ટી પાટીદાર અનામતનું સમર્થન કરે છે. પાટીદારોની અનામતની માંગને યોગ્ય ઠેરવતા આઠવલે એ કહ્યું હતુ કે, પાટીદારો છેલ્લા કેટલાક સમયથી OBC માં સામેલ કરવાની માગણી કરી રહ્યાં છે, જો કાયદામાં જરૂરી સંશોધન થાય તો પાટીદારોને OBC અનામત આપી શકાય. આ માટે પોતાની પાર્ટી પાટીદારોની આ માંગને સમર્થન કરે છે તેમ પણ તેઓ એ જણાવ્યું હતુ.

આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી બાબતે પણ રામદાસ આઠવલે એ નિવેદન કર્યુ હતુ. તેમણે જણાવ્યું કે 5 રાજ્યો પૈકી 4 માં ભાજપની સરકાર આવશે,પણ પંજાબમાં કોઈ પક્ષને બહુમત નહીં મળે. તેમજ પંજાબમાં અમરિંદરસિંહ સાથે ભાજપની ગઠબંધન સરકાર બનશે.

ઉત્તર પ્રદેશ મામલે પણ તેઓ એ ભવિષ્ય ભાખતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ 300 કરતા પણ વધારે બેઠકો પર વિજય પ્રાપ્ત કરશે. એટલું જ નહીં 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તેમને મોદી વિજેતા બનશે તેવી પણ વાત અહીં કરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...