Homeરાજકારણભાજપમાં હેલિકોપ્ટર ઉતરે તે પહેલા વરૂણ પટેલનું સૂચક ટ્વિટ: હાર્દિકનું કોંગ્રેસમાંથી રાજીનામું

ભાજપમાં હેલિકોપ્ટર ઉતરે તે પહેલા વરૂણ પટેલનું સૂચક ટ્વિટ: હાર્દિકનું કોંગ્રેસમાંથી રાજીનામું

-

Gujarati News Live ગાંધીનગર : કોંગ્રેસથી નારાજ પાટીદાર નેતા હાર્દિક પટેલએ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદ પરથી રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે કોંગ્રેસના સભ્યપદ પરથી પણ રાજીનામું આપ્યું છે. હાર્દિકે આ રાજીનામું ટ્વિટરના માધ્યમથી પ્રસિધ્ધ કર્યું છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનીયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલએ રાજીનામું આપ્યું છે. ટ્વિટર પર હાર્દિકે ટ્વિટ કરી આ પત્ર શેર કર્યો છે. હાર્દિક પેટલના રાજીનામાંને પગલે ગુજરાતના રાજકારણમાં ભુકંપ સર્જાશે તેવી ચર્ચા હતી. પરંતુ હાલ રાજકારણમાં ક્યાંય ભુકંપ જોવા મળતો નથી. ટૂંકમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના નેતાઓ આ બાબતને અપેક્ષિત હોય તે રીતે જ જોતા હતા.

ભાજપમાં હેલિકોપ્ટર ઉતરે તે પહેલા વરૂણ પટેલનું સૂચક ટ્વિટ: હાર્દિકનું કોંગ્રેસમાંથી રાજીનામું Gujarati news live

હાર્દિકના રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીના અને પાટીદાર નેતા વરૂણ પટેલએ ટ્વિટ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે, @BJP4Gujarat ના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે એ જોતાં કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે, બાકી જાય જેને જવું હોય ત્યાં. ભાજપનો કાર્યકર મૌન છે, માયકાંગલો નથી !

ટૂંકમાં વરૂણના સ્વર પરથી સમજી શકાય છે કે હાર્દિક અગર ભાજપમાં જાય છે તો પણ, ત્યાં કારકિર્દી બનાવવી મુશ્કેલ છે. અગાઉથી જ ત્યાં તેમના જૂના સાથી મિત્રો સેટ છે જેઓ રાજકીય દ્વંદ યુધ્ધ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત રવિવારના રોજ રાજકોટમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરીયા અને નરેશ પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી. જેના તુરંત બાદ જ હાર્દિક પટેલે જણાવ્યું કે તેઓ કોંગ્રેસથી નારાજ છે. તેમને તો ફોડ પાડતા કહ્યું કે કોણ ના પાડે છે, આ વાત તો જગજાહેર છે. કોઈ પક્ષની અંદર કોઈપણ નેતાની જવાબદારી નક્કી હોય. આમ કોંગ્રેસના નેતાઓ માટે પણ હાર્દિકનું રાજીનામું અનઅપેક્ષિત ન હોય તે સમજી શકાય છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...