Homeગુજરાતપાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવા થયા મોકળા, હાર્દિકની સજા પર સુપ્રીમ...

પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણી લડવા થયા મોકળા, હાર્દિકની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

-

અમદાવાદ Ahmedabad : પાટીદાર અનામત મેળવવા શરૂ થયેલા આંદોલનના નેતા તરીકે પ્રસ્થાપીત થયા બાદ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને મોટી રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત કોંગ્રેસ Congress ના નેતા હાર્દિક પટેલ Hardik Patel ને સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન PAAS સમયે થયેલી રમખાણો અને આગચંપીની અપીલો પર ચૂકાદો ન આવે ત્યાં સુધી સજાની સજાની રોક ફરમાવી છે. જેના કારણે હાર્દિક હવે વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છે તો લડી શકે છે. મહત્વની વાત છે કે એક ગુજરાતી મીડિયાનો દાવો છે કે હાર્દિકે આગામી 2022 અને 2024 વિધાનસભા 2022 અને લોકસભા બંને ચૂંટણી Election લડવાનું જણાવ્યું છે.

પાટીદાર અનામત આંદોલન Patidar Anamat Andolan ના યુવા નેતા હાર્દિક પટેલને વિસનગર ખાતે આંદોલન સમયે થયેલી તોડફોચ મામલે 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલ હાર્દિક પટેલ જામીન પર બહાર છે પરંતુ દોષિત સાબિત થયેલા હોય ચૂંટણી લડી શકાય નહીં. પરંતુ સજા પર સ્ટે લાવી હાર્દિકે ચૂંટણી લડવા તૈયારી કરી છે. નોંધનીય છે કે આ કેસમાં હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય પ્રણેતા લાલજી પટેલને પણ 2 વર્ષી સજા સંભળાવવામાં આવી હતી. ઉપરાંત 14 આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતા.

PAAS ના નેતા હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી શકે છે સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના યુવા ચહેરાઓ રાજકારણ Politics માં નહીં આવવાનું જણાવતા હતા. પરંતુ હાલ મોટાભાગના ચહેરાઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ભાજપ સાથે રાજકારણમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં કેટલાકે તો વિવિધ ચૂંટણીઓમાં પણ હાથ અજમાવી લીધો છે. ત્યારે હવે હાર્દિક પટેલ પણ ચૂંટણી લડી શકે તેમ છે.

આમ પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા હતા. પરંતુ હાર્દિક પટેલ ચૂંટણી લડી શક્યા ન હોય તેમને હવે ચૂંટણી લડવાનો મોકો મળશે તેવી શક્યતા છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...