Homeગુજરાતરાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુનો વિજય થતા પાટણમાં ભાજપ દ્વારા આતિશબાજી

રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુનો વિજય થતા પાટણમાં ભાજપ દ્વારા આતિશબાજી

-

પાટણ : દેશના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુનો ભવ્ય વિજય થયો છે. દ્રોપદી મુર્મુ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લેતાની સાથે જ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ તકે ભાજપના આગેવાનો દ્વારા પાટણમાં આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

પાટણ શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુનો વિજય થતા બગવાડા દરવાજા ખાતે આતશબાજી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ પુર્વ મહામંત્રી કે.સી.પટેલ, જીલ્લા મહામંત્રી ભાવેશભાઈ, શહેર પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ, મહામંત્રી ગૌરવભાઇ મોદી અને ધર્મેન્દ્રભાઇ પટેલ તેમજ પાટણ જિલ્લા/શહેર પદાધિકારીઓ, શકિત કેન્દ્ર પ્રમુખો, નગર સેવકો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

Read Here : Patan News in Gujarati

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...