Homeગુજરાતજૂઓ રૂ. 10 સિક્કા ન સ્વીકારો તો શું થાય ? પરિપત્ર જાહેર...

જૂઓ રૂ. 10 સિક્કા ન સ્વીકારો તો શું થાય ? પરિપત્ર જાહેર કરતા પાટણના નિવાસી અધિક કલેકટર

-

પાટણ Patan Latest News Gujarati : 5 રૂપિયાની ચલણી નોટ કે 10 રૂપિયાનો ચલણી સિક્કો 10 Rs. Coin કેટલાક સ્થળો પર વેપારીઓ લેવાની ના પાડતા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. જે મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ પણ થતી રહે છે. ત્યારે પાટણના પ્રાંત અધિકારીએ એક પરિપત્ર બહાર પાડતા નાગરિકોને હાશકારો થયો છે.  પાટણના પ્રાંત અધિકારીને મળેલી એક અરજીના અનુસંધાને તેમણે પરિપત્ર જાહેર કર્યો છે કે, જે 10 રૂપિયાના ચલણી સિક્કા કે 5 રૂપિયાની ચલણી નોટ 5 Rupees note સ્વીકારવાની ના પડશે તમની સામે IPCની કલામ 124A મુજબ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવશે.

ગુજરાત Gujarat ના વિવિધ વિસ્તારોમાં 10ના સિક્કા કે 5 ની નોટનું ચલણ નહીં સ્વિકારવાની ફરિયાદો સમયાંતરી ઉઠતી રહી છે. એવામાં પાટણ ખાતે એક વ્યક્તિને પેટ્રોલપંપ Petrol Pump પર રૂપિયા 10 નો ચલણી સિક્કો સ્વિકારવામાં નથી આવતો તેવો જવાબ મળ્યો હતો.

Patan News Gujarati/ રૂ. 10 ના સિક્કા મામલે પરિપત્ર જાહેર કરતા નિવાસી અધિક કલેકટર

કથિત ઘટનામાં આકાશ લિંબાસી નામના આ વ્યક્તિએ પંપના મેનેજર સાથે પણ વાત કરી હતી. પરંતુ તેમણે પણ આ સિક્કા બેંક ન સ્વિકારતી હોય તેઓ પણ નથી સ્વિકારતા એવો જવાબ આપ્યો હતો. પરંતુ આકાશ લિંબાસીએ બેંકમાં તપાસ કરી તો ત્યાં દરેક બેંક પાસે સિક્કાનો સ્વિકાર કરાય છે તેવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ આકાશ લિંબાસીએ આ સમગ્ર મામલે પાટણના પ્રાંત અધિકારીને લેખીત ફરિયાદ કરી હતી.

જેના કારણે પાટણના નિવાસી અધિક કલેકટર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટર સચીનકુમારે પરિપત્રમાં જણાવાયું છે કે, “પાટણના લોકોમાં જાગૃતિ લાવવાના ઉદેશ્યથી જ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ ચલણ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે જો કોઈ પણ વ્યક્તિ આ ચલણ સ્વીકારવાની ના પડે તો તેની સામે IPC કલામ 124A મુજબ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવશે. આ પરિપત્ર સમગ્ર પાટણમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે જેના કારણે ફરીથી આવી કોઈ ઘટના ન બને.”

Read More Gujarati Samacahar :

108 ફૂંટ ઊંચી હનુમાનની પ્રતિમાનું આજે મોરબીમાં પ્રધાનસેવક મોદીના હસ્તે અનાવરણ

જાહેરમાં ક્રિકેટનો જુગાર ઝડપી પાડતી રાજકોટ પેરોલ ફર્લો સ્કવૉડ, 5 વિરૂધ્ધ કાર્યવાહી

Must Read