Patan News : ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) રાજ્યમાં મોંઘવારી અને ડ્રગ મામલે બંધનું એલાન આપ્યું છે. ત્યારે પાટણ કોંગ્રેસના કાર્યકરો પણ બંધ (Gujarat Bandh) ને સફળ બંધ બનાવવા માટે બજારોમાં નિકળ્યા હતા. દરમિયાન એકલદોકલ સમર્થન નહીં આપતા વેપારીઓની દુકાન ખુલી જોવા મળી હતી. એવામાં હિંગળાાચાચર ચોકમાં દુકાન બંધ કરવા મામલે રકઝક થયાના અહેવાલ છે.
દેશમાં માઝા મુકતી મોંઘાવીરને કારણે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. ત્યારે પાટણ કોંગ્રેસના કાર્યકરો પણ સવારે 8થી 12 વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા અપીલ કરતા જોવા મળ્યા હતા. ત્યારે મોટાભાગે વેપારીઓએ બંધ પાળ્યું હતું. પરંતુ કેટલાક લોકો સમર્થન નહીં કરતા તેમણે દુકાનો ખુલી રાખી હતી.

વધુ વાંચો- ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આજે બંધનું એલાન, પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ
એવામાં જ્યારે સવારે કોંગ્રેસી કાર્યકરો પાટણના હિંગળાચાચર ચોકમાં પહોંચ્યા ત્યારે રેડીમેડ કપડાની દુકાન ખુલી હતી. કાર્યકરોએ વેપારીને સમજાવટ કરી બંધ કરવાનું કહેતા વેપારી સાથે ઘર્ષણ સર્જાયું હતું. બાદમાં કોંગ્રેસી કાર્યકરોએ બબાલ થતા વેપારીને ધક્કે ચઢાવ્યો હતો. મામલો બિચકતા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ તાત્કાલીક દોડી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

પાટણમાં સવારે 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખવાની કોંગ્રેસની અપીલને પગલે શહેરમાં મોટાભાગની દુકાનો તેમજ ચા-નાસ્તાની લારીઓ પણ બંધ રહી હતી. ટુંકમાં કહી શકાય કે પાટણમાં બંધના એલાનને સારી સફળતા સાંપડી હતી.
વધુ વાંચો- ફટ છે સરકાર ! શહીદનું “શોર્યચક્ર” સન્માન કુરિયરથી કર્યાનો આઘાતજનક કિસ્સો: અમદાવાદ