Homeગુજરાતપાટણના DEOનું ફરમાન પણ કેવું પડે હો ! લોકોમાં રમજૂ પ્રસરી

પાટણના DEOનું ફરમાન પણ કેવું પડે હો ! લોકોમાં રમજૂ પ્રસરી

-

Patan News : દેશમાં પ્રધાનમંત્રી કે રાજ્યમાં મુખ્યમંત્રીનું કામ શું હોય ? એ દેશ કે રાજ્યની નાગરિકાના રાજા નથી હોતા ? રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાને આપવામાં આવતી સહાય કે સુવિધા નેતાઓ પોતાની મિલ્કત વેચીને નથી આપતા ! આવી વાતો સામાન્ય રીતે લોકોને ખબર જ હોય છે પણ કદાચ પાટણના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO Patan) નહીં જાણતા હોય. આવું ન હોય તો તેઓ પ્રધાનમંત્રી (PM)ને અને મુખ્યમંત્રી (CM)ને સંબોધી પત્ર લખી વિદ્યાર્થીને વિવિધ યોજનાના લાભ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ફરમાન ન કર્યું હોય.

સમગ્ર ઘટના એવી છે કે, પાટણ જિલ્લાના શિક્ષણ અધિકારી (District Education Officer) દ્વારા એક ફરમાન જાહેર કરી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જણાવાયું છે કે, સરકાર દ્વારા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતાં તેમાં ઉચ્ચ શિક્ષણ માટે પણ વિવિધ યોજનાઓ થકી લાભ આપવામાં આવે છે. હવે ધોરણ 9થી 12માં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા જે સહાય તેમણે મળી તેની કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર પ્રધાનમંત્રીએ અને મુખ્યમંત્રીને લખવાનો છે.

આ કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર લખવા માટે ફરમાન કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ પાસે તારીખ 12 ઑગસ્ટ સુધીમાં પત્ર લખાવવા જણાવ્યું છે. જેમાં તેમણે ટાંક્યું છે કે, નિયામક ગ્રામ વિકાસ એજન્સીની મિટિંગમાં લેવામાં આવ્યો છે. આ ફરમાનમાં આચાર્યએ વિદ્યાર્થી પાસે પ્રધાનમંત્રીના નિવાસનું સરનામું લખાવી ટપાલમાં પાછળ વિદ્યાર્થીનું નામ પણ લખવા જણાવ્યું છે.

ભાન ભૂલી ફરમાન જાહેર કરતા અધિકારીએ જણાવ્યું છે કે, આ કૃતજ્ઞતા વ્યક્ત કરતા પત્ર એકઠા કરી તેમના તાબાની કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ ઘટનામાં કેટલાક અધિકારીને નેતાઓ દ્વારા મજબૂરીથી પત્ર લખાવ્યો હશે તેમ માને છે તો કેટલાક અધિકારી નેતાની નજીક જવાનો પ્રયાસ ગણાવી રહ્યાં છે. સત્ય જે હોય તે પણ હાલ તો આ ફરમાન સામે આવતા અધિકારી પર વિવિધ ટિપ્પણી કરી રમૂજ કરી રહ્યાં છે.

વધુ વાંચો- રાજકોટના આ ટ્રસ્ટની ફરાળી પેટીસ તો નથી ખાધીને ? RMC એ કારસ્તાન પકડ્યું

Must Read