Homeમનોરંજનવિડીયો - પ્લેનને ધક્કા મારતા ટોળાનો વાયરલ વિડીયો જુઓ

વિડીયો – પ્લેનને ધક્કા મારતા ટોળાનો વાયરલ વિડીયો જુઓ

-

લોકોનું ટોળું વિમાનને રનવે પર ધક્કો મારતા હોય તેવો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બુધવારે નેપાળના એક એરપોર્ટ પર મુસાફરો તારા એરના વિમાનને ધક્કો મારતા જોવા મળ્યા હતા

નેપાળ સમાચારના અહેવાલ પ્રમાણે કોલતીના બાજુરા એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે પ્લેનનું પાછળનું ટાયર ફાટ્યું હતું જેના કારણે તે રનવે પરથી ટેકઓફ કરી શક્યું ન હતું. તેના કારણે રનવે પર અન્ય એરક્રાફ્ટ ઓવરહેડ(ઉપર) ઉડી શકતા ન હતા, કારણ કે ટેક્સીવેમાં પાર્ક કરેલા એરક્રાફ્ટને ઉડવા માટે અવરોધ ઉભો થયો હતો.

Viral Video નદીમાં ડૂબતી મહિલાને બચાવતા સ્થાનિક નાવિકો…

આ સમસ્યાને જોઈને એરપોર્ટ પરના મુસાફરો વિમાનને રનવે પરથી હટાવવા માટે સુરક્ષાકર્મીઓ સાથે જોડાયા હતા. વાયરલ વિડીયોની ફૂટેજમાં લગભગ 20 લોકોનું ટોળું પ્લેનને રનવે પરથી ઉતારવા માટે એકસાથે ધક્કો મારતું દેખાતું હતું. વિડિયો શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે “કદાચ આપણા નેપાળમાં જ!” આ વિડીયોને હજારો વખત જોવામાં આવ્યો છે અને ઘણી કોમેન્ટ્સ મળી છે.

Passengers push airplane – Viral video

તારા એર એ યતી એરલાઇન્સની સિસ્ટર કંપની છે યતિ એરલાઈન્સના પ્રવક્તા સુરેન્દ્ર બરતૌલાએ હીમાલ સંચારને જણાવ્યું કે, તારા એર 9N-AVE વિમાન હુમલાના સિમકોટ થી બાજુરા એરપોર્ટ પર ઉતર્યું હતું. જોકે તેનું ટાયર ફાટ્યા બાદ અન્ય પ્લેન ઉપરથી ઉડી રહ્યું હતું જે લેન્ડ કરી શકતું ના હતું. પ્લેનને દુર ખેચવા માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે મુસાફરો વિમાનને ખસેડવા માટે એરપોર્ટ સત્તાવાળાઓ સાથે જોડાયા જેથી ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ શકે.

“ઉનકી ગલતી નહીં થી… સારાનો વિનમ્ર સ્વભાવનો વિડીયો આવ્યો સામે

તારા એરનું વિમાન સફળતાપૂર્વક પાટા પરથી ઉતરી ગયા બાદ બીજું વિમાન સુરક્ષિત રીતે ઉતરવામાં સફળ રહ્યું હતું. થોડા સમય બાદ એરક્રાફ્ટનું પંચર થયેલું ટાયર પણ બદલવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક અન્ય પ્લેન વિચિત્ર કારણોસર હેડલાઈન્સમાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટ નજીક ફૂટ ઓવરબ્રિજ નીચે ફસાયેલા એર ઈન્ડિયાના વિમાનના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Must Read