Monday, May 16, 2022

પેપર ફૂટયું કે ભવિષ્ય ? 4 વર્ષે વન રક્ષકની પરીક્ષા લેવાઈ તેમાં પણ વિવાદ

આજના તાજા સમાચાર ગુજરાત/શિક્ષણના સમાચાર Unjha ઊંઝા: રાજ્ય સરકાર દ્વારા લેવાતી સરકારી ભરતી પરિક્ષાનું પેપર Exam Paper Leak ફૂટ્યું એ વાત જાણે સામાન્ય બની રહી છે. છેલ્લી કેટલીક ભરતીમાં ગોટાળા અને પેપર ફૂટ્યાની ઘટના બાદ હવે ગુજરાત Gujarat માં વધુ એક  સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની માહિતી સામે આવી રહી છે. આજરોજ રાજ્યમાં વન રક્ષક માટે ભરતીની પરિક્ષાનું પેપર ફૂટયું હોવાની આશંકા સેવાઇ રહી છે. ઉનાવામાં વન વિભાગ Van rakshak ની ભરતી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Paper Leak Today News પેપર ફૂટયું કે ભવિષ્ય ? 4 વર્ષે વન રક્ષકની પરીક્ષા લેવાઈ તેમાં પણ વિવાદ

રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર ફૂટે છે કે ગુજરાતમાં વિધાર્થીઓનું નસીબ જ ફૂટેલું છે તે સમજવું મુશ્કેલ છે. કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક થયાના કૌભાંડ અને ગેરરીતઓ સામે આવી રહી છે. એવામાં આજે વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાના આરોપ સામે આવી રહ્યાં છે. ત્યારે રાત-દિવસ મહેનત કરી પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવવા મહેનત કરી રહ્યાં હોય છે. પરંતુ જ્યારે પેપેર ફૂટે કે ભરતીમાં ગેરરીતી થાય તો પરીક્ષા રદ્દ થાય ત્યારે વિદ્યાર્થીઓને આઘાત લાગતો હોય છે.

મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ નાગરિક મંડળના લેટર પેડ પર પરીક્ષામાં પૂછયેલા સવાલોના જવાબ લખેલાના ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.ત્યારે અહી સવાલ એ થાય છે શું કોઈને આ પેપર પહેલીથી મળી ગયું હશે ?

વર્ષ 2018 માં ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. ફોર્મ ભરાયાને 4 વર્ષ બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આજે રાજ્યમાં વન રક્ષક – વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું.

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....