Homeગુજરાતવિશ્વ ટપાલ દિવસ - શહેરા પોસ્ટ ઓફીસની સરાહનીય કામગીરી | Panchmahal News

વિશ્વ ટપાલ દિવસ – શહેરા પોસ્ટ ઓફીસની સરાહનીય કામગીરી | Panchmahal News

-

પંચમહાલ :આજે વિશ્વ ટપાલ દિવસ છે,અને તેને સાર્થક કરતુ શહેરા પોસ્ટ ઓફીસ દરરોજ ૧૫૦૦ જેટલી ટપાલો પહોચાડી ડીજીટલ યુગમાં પણ પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે

અહેવાલ- ગણપત મકવાણા પંચમહાલ(Panchmahal news), શહેરા(Shahera) તા. ૯, આજે 9 ઓક્ટોમ્બરનો દિવસ વિશ્વ ટપાલ(world post day) દિવસ તરીકે ઉજવાય છે.આજનો યુગ મોબાઈલ યુગ માનવામા આવે છે. આ બધાની વચ્ચે પણ ભારત સરકારનો ટપાલ વિભાગ અડીખમ રહીને ઘરઘર સુધી ટપાલ પહોચાડવાનુ કામ કરી રહ્યો છે.ટપાલ વિભાગના ગ્રામીણ ડાકસેવકો ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ પહોચાડવાનુ કામ કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

શહેરા તાલુકા મથકે અણિયાદ ચોકડી વિસ્તારમાં એસ.ઓ. પોસ્ટ ઓફીસ આવેલી છે.અહી સવારના સમયમાં અન્ય જગ્યાએથી આવેલી ટપાલોને અલગ અલગ કરીને જરૂરી સરનામે પહોચાડવામાં આવે છે. શહેરા તાલૂકાનાં ૨૩ ટપાલવિભાગની ગ્રામ્ય પોસ્ટઓફીસો આવેલી છે.જ્યાથી ટપાલો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચે છે.

જેમા મનીઓર્ડર,સામાયિકો,સાપ્તાહિકો,રજીસ્ટર્ડ એડી.સ્પીડ પોસ્ટ,સાદી ટપાલ પહોચાડવાનુ કામ કરવામા આવે છે.સાથે અહી ગંગાજળ પણ મળી આવેછે ૩૦ રૂપીયામા આપવામા આવેછે.ગોલ્ડ બોન્ડની સુવિધા પણ મળી રહે છે.શહેરા પોસ્ટ ઓફીસ ખાતે પેમેન્ટ બેંકની પણ સુવિધા ઉપલબ્ધ છે.આજના આધુનિક કોમ્પયૂટર અને વોટસએપના જમાનામાં પણ ટપાલ વિભાગ અડીખમ કામ કરે છે.અને જનતાના સંદેશા એકબીજા સુધી પહોચાડવાનુ કામ કરે છે.

Must Read