HomeગુજરાતPanchmahal News - શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવી.

Panchmahal News – શહેરા વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવી.

-

પંચમહાલ : શહેરા(shahera) વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી પાદરડી ગામે કરવામા આવી.

અહેવાલ- ગણપત મકવાણા પંચમહાલ(Panchmahal news). તા૦૯ શહેરા,પંચમહાલ જિલ્લા ના શહેરા વનવિભાગ(forest department) દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ ગામોમાં જઈને ઉજવણી કરવામા આવી હતી.જેનુ સમાપન જુની પાદરડી પ્રાથમિક શાળા ખાતે કરવામા આવ્યુ હતુ.

વનવિભાગ દ્વારા દર વર્ષે વન્ય સપ્તાહની ઉજવણી કરવામા આવે છે.જેના ભાગરૂપે શહેરા વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમા શહેરા તાલુકાના જુનાખેડા,સદનપુર,ધરોલા,ખાંડીયા,તાડવા,ઉમરપુર ખાતે શાળાઓમાં કાર્યકમો યોજવામા આવ્યા હતા.જુની પાદરડી પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમનુ સમાપન કરવામા આવ્યુ હતુ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

શાળાના વિદ્યાર્થીઓને વન્યપ્રાણી જીવસૃષ્ટિને લગતા સાહિત્યો આપવામા આવ્યા હતા.અને પ્રાણીઓ અને માનવ જીવનની કળી સાથે કેવી રીતે સંકળાયેલા છે.તેની સમજ આપવામા આવી હતી.નોધનીય છેકે આપણા ગુજરાત રાજ્યમાં એશિયાટીક સિંહ,દિપડા,રીંછ સહિતના અન્ય પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે.લોકોમાં હવે વન્યપ્રાણીઓને લઇને જાગૃતતા આવી છે.

વન્યપ્રાણીઓની વધી રહેલી જીવસૃષ્ટિ માનવની કડી સાથે સંકળાયેલી છે.કાર્યક્રમમાં શહેરા મામલતદાર મેહુલ ભરવાડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ તથા વનવિભાગના અધિકારીઓ,કર્મચારી,શાળા પરિવારના સભ્યો,ગ્રામજનો,અગ્રણીઓ હાજર રહ્યા છે.

Must Read